દ્વારકા તાલુકાના આવળપરા તથા બરડીયામાં જુગારના બે દરોડાઃ મહિલા સહિત દસ ઝડપાયા

જામનગર તા. ૩ઃ કાલાવડમાંથી પોલીસે એક વર્લીપ્રેમીને પકડી પાડ્યો છે જ્યારે દ્વારકાના આવળપરામાં, બરડીયામાં ગંજીપાના કૂટતા ત્રણ મહિલા સહિત દસ ઝડપાયા છે ઉપરાંત ચલણી નોટના નંબર પર સુરજકરાડીમાં જુગાર રમતા બે શખ્સ પોલીસના સકંજામાં આવ્યા છે. કુલ રૃા. બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે થયો છે.

કાલાવડ શહેરમાં નગર પાલિકાના મેદાનમાં ગઈકાલે બપોરે જાહેરમાં ઊભા રહી વર્લીમટકાના આંકડા લખી જુગાર રમાડતા તૈયબ ખમીશા ધાડા નામના શખ્સને કાલાવડ પોલીસે પકડી પાડ્યો છે. તેના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, એક મોબાઈલ, રૃા. ૭૫૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે. જુગારધારાની કલમ ૧૨ (અ) હેઠળ ગુન્હો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ શખ્સે પોતાના સાગરીત કુંભનાથપરાવાળા મોહસીન પિંજારાનું નામ આપ્યુ છે.

દ્વારકાના આવળપરામાં ગઈકાલે બપોરે પોલીસે દરોડો પાડી નિલેશ મોહનભાઈ દુધરેજીયા, રમાબેન આલાભા સુમણીયા, નિરૃબેન કારાભાઈ માણેક તથા માયાબેન હેમતભાઈ કાપડી નામના ચાર વ્યક્તિઓને જાહેરમાં જુગાર રમતા પકડી લીધા છે. પોલીસ દ્વારા ગંજીપાના, પટ્ટમાંથી રૃા. ૧૫,૬૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

દ્વારકા તાલુકાના બરડીયા ગામની ચંદ્રભાગા સીમ પાછળ બાવળની ઝાડીઓમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે તીનપત્તી રમતા વીરાભા લખમણભા બઠીયા, જુસબ કાસમ મેમણ, સાદુરભા ભારાભા માણેક, ભીખુભા ભોજાભા સરીયા, ધર્મેન્દ્ર હરીભાઈ તાવડી તથા ભાયાભા રાયદેભા કેર નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઈ પટ્ટમાંથી રૃા. ૧૩,૨૭૦ રોકડા કબજે કર્યા છે.

દ્વારકા તાલુકાના સુરજકરાડી ગામમાંથી ગઈકાલે સાંજે લીલાધરભાઈ વલ્લભદાસ અગ્રાવત, સલીમ ઈસાક ચંગડા નામના બે શખ્સો ચલણી નોટના નંબર પર જુગાર રમી પૈસાની હારજીત કરતા મળી આવ્યા હતાં. પોલીસે રૃા. ૨૮૯૦ રોકડા કબજે લઈ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit