Advertisement
Author: નોબત સમાચાર

ધ્રાફા પાસેથી દારૂના પાંચ ચપલા કબજે

ધ્રાફાના શખ્સની પોલીસ દ્વારા શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરના ધ્રાફા ગામ પાસેના રસ્તા પર પસાર થતાં એક શખ્સના મનાતા ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા પોલીસે કબજે કરી નાસી ગયેલા આ શખ્સની શોધ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળાથી ધ્રાફા ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે શેઠવડાળા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ધ્રાફા ગામનો યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજા નામનો શખ્સ પસાર થયો હતો. આ શખ્સને ઉભા રહેવાનો ઈશારો કરાતા આ શખ્સ પોતાની પાસે રહેલા ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મૂકી નાસી ગયો હતો. પોલીસે રૂ.પ૦૦ના ચપલા કબજે કર્યા છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh