Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે મૂર્તિનું નિર્માણ
જામનગર તા. ૧૧: શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ ૩૦ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતાં હોય છે. આ વર્ષે ગણેશ સ્થાપના તારીખ ૧૪-૦૯-૨૦૨૬ થી ૨૫-૦૯-૨૦૨૬ સુધી કરવામાં આવશે. આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે પ્રદૂષણ રહિત બનાવવામાં આવેલ છે. આ વર્ષે મૂર્તિ કંતાન, સફેદ કાપડ, પૂઠાં, વાંસ, સુતરી, દોરા તેમજ નાગેશ્વર (દ્વારકા) ની ગોપી ચંદન માટી, કાળી માટી, સફેદ માટી, લાલ માટી વગેરે પર્યાવરણને નુકસાન ન થાય તે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે.
આ ગણપતિ મહોત્સવનું આયોજન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે.
આ એઇટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારના આયોજન કરવા જઈ રહૃાું છે. તારીખ ૧૮-૦૯-૨૦૨૬ના રાત્રે ૮.૦૦ વાગ્યે મહાઆરતી આયોજન કરેલ છે. આ વર્ષે રાષ્ટ્રને લગતી થીમનું આયોજન કરેલ છે જેમાં રાષ્ટ્ર ધ્વજ, રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય ખેલ હોકી, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય વૃક્ષ વડલો વગેરેની કલાકૃતિ રજૂ કરવામાં આવશે.
એઇટ વન્ડર્સ ગ્રુપના કેવલસિંહ રાણા, દિલીપભાઇ વોરલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશ તથા સતીશ વાડોલીયા, પ્રિયંક શાહ, યોગેશભાઈ કણજારિયા, કપિલ સોલંકી, પ્રતાપસિંહ ચૌહાણ, વિજયસિંહ જાડેજા, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, હરિભાઇ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલ પીઠડીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાના જયેશભાઈ જોશીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial