કસ્ટોડીયલ ડેથની તપાસમાં વિગતો રજૂ કરવા સૂચના

જામનગર તા.૧૯ઃ નજમાબેન ઉર્ફે નજીરાબેન ડો/ઓ જુસબભાઈ સમા રે. સલાયા તા. ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકાવાળા પોલીસ કસ્ટડીમાં હતા તે દરમિયાન તેની તબિયત ગંભીર થતાં તા.૨૯/૦૧/૨૦૨૧ના તેમનું મૃત્યુ થયેલ છે. મૃત્યુના કારણોની તપાસ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૭૬ હેઠળ કરવાનું નક્કી થયેલ છે.

આ અંગેની તપાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર) દ્વારા તા.૨૬/૦૨/૨૦૨૧ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની કચેરીમાં સવારના ૧૧ઃ૦૦ કલાકથી સાંજના ૫ઃ૦૦ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. તપાસ માટેનું સ્થળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની કચેરી,મહેસૂલ સેવા સદન, બીજો માળ,શરૂ સેકશન રોડ,જામનગરમાં રાખવામાં આવેલ છે. આથી જે કોઈ શખ્સ નજમાબેન ડો/ઓ જુસબભાઈ સમાના મૃત્યુ બાબતે કોઈપણ વિગત જાણતા હોય અથવા તો આ બનાવ સંબંધિત કોઈ પણ હકીકત રજુ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા/હકીકત રજુ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit