દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણ માહની ઉજવણી

ખંભાળિયા તા. ૧૧ઃ બાળકો, માતાઓમાં કુપોષણની સ્થિતિમાંથી મુક્ત કરાવવા અને દેશમાં પોષણની સ્થિતિ સુધારવા કુપોષણ મુક્ત ભારત અભિયાનની શરૃઆત કરવામાં આવી છે. જે અન્વયે સપ્ટેમ્બર માસ રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ જન આંદોલનમાં પંચાયતી રાજની ત્રણેય સ્તરની સંસ્થાઓ સંપૂર્ણપણે ભાગીદાર થઈ આ જન આંદોલનને સફળ બનાવવાનું છે. આ જન આંદોલન રાજ્યના તમામ ગામોમાં વસતા પરિવારોમાં કુપોષણ ધરાવતા શિશુઓ, લોહીની ઉણપ ધરાવતા શિશુઓ, જન્મ સમયે ઓછું વજન ધરાવતા શિશુઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે પરિવારની ગર્ભવતી બહેનો તથા ધાત્રી માતાઓની સવિશેષ કાળજી રખાય અને તેઓને પોષણ અભિયાન હેઠળ સ્વસ્થ આહાર મળે અને સાથે સાથે સ્વાસ્થ્યની યોગ્ય કાળજી સ્થાનિક આરોગ્ય શાખા તરફથી મળે તેવા પ્રયત્નો કરવના રહે છે. તેમજ આ પોષણ માહમાં પાંચ જરૃરી ઘટકો ઉપર ભાર મૂકવામાં આવશે. (૧) બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ (ર) એનેમિયા (૩)  ઝાડા નિયંત્રણ (૪) હેન્ડ વોશ અને સેનિટેશનન (પ) પૌષ્ટિક આહાર.

આ ભગીરથ કાર્યમાં રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયત પદાધિકારીઓએ આ માસમાં પોતાનું યોગદાન આપી કુપોષણને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવવાની છે. આ માટે તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો, સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચો આ જનઆંદોલનમાં તેઓને અમૂલ્ય સમય ફાળવી પરિવારો સાથે સંપર્ક કરવા તથા આરોગ્ય તંત્ર દ્વારા કુપોષણ અભિયાન અંગેના પ્રચાર-પ્રસાર માટે જરૃરી માહિતીઓથી વાકેફ કરવાના રહેશે, અને તે દ્વારા જન આંદોલનથી આ પોષણ અભિયાન સફળ બનાવવાનું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો કુપોષણમુક્ત બને અને આ જિલ્લાનું કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વયં સામાજિક જવાબદારી અદા કરવા તેમજ દરેકને આ અભિયાનમાં જોડાવા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા અપીલ કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit