Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે અધિક જિ. કલે. દ્વારા
ખંભાળિયા તા. ૨: આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ગ) હેઠળ મળેલ સત્તાની રૂએ તા.૦૭-૦૯-૨૦૨૬ સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્તારો 'નો પાર્કિંગ' તેમજ 'પાર્કિંગ' ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
દ્વારકા શહેરના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી પ૦ મી. ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મી. ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર ૫૦ મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મી. ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી ૧૦૦ મી. ત્રિજ્યા, મંદિર ચોક આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મી. ત્રિજ્યા, નીલકંઠ ચોક આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મી. ત્રિજ્યા, સરકારી હોળી ચોક આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મી. ત્રિજ્યા, મહાજન બજાર ચાર રસ્તા આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મી. ત્રિજ્યા અને કીર્તિસ્તંભ,સુદામા ચોક, ભથાણચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના ૨૦૦ મી. ત્રિજ્યામાં ''નો પાર્કિંગ ઝોન'' તરીકે નિયત કરેલ છે.
આ ઉપરાંત વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથીગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપૂત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે તથા હાથીગેટની સામે (પૂર્વ તરફ) આવેલ પાર્કિંગ ગ્રાઉન્ડમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આવા વાહનોને ફરજ પરના પોલીસ અધિકારીએ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial