પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સર્વે કચેરી દ્વારા મેગા કેમ્પનું આયોજન

જામનગર તા. ૧૨ઃ જામનગરના જીઆઈડીસી વસાહત ફેસ-૨ અને ફેસ-૩ના ઉદ્યોગકારોના પ્લોટના પ્રોપર્ટી કાર્ડ માટે તા. ૧૬-૧૧-૧૯ થી તા. ૨૧-૧૧-૧૯ સુધી જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન (દરેડ)ના કાર્યાલયમાં સિટી સર્વે કચેરીના કર્મચારીઓ હાજર રહેશે. જે ઉદ્યોગકારોને પ્રોપર્ટી કાર્ડ માટે નોટીસ મળી છે તે તમામને નોટીસમાં દર્શાવ્યા પ્રમાણેના આધાર-પૂરાવા સાથે આવવાનું રહેશે. તેમજ જેમને નોટીસ નથી મળી તેઓ પણ આધાર-પૂરાવા સાથે હાજર રહીને પ્રોપર્ટી કાર્ડ કઢાવી શકશે. જેમાં ઉતરોતર દસ્તાવેજની નકલ, બાંધકામના મંજુર કરાવેલ નુકસાનની નકલ સાથે લાવવા સંસ્થાના માનદમંત્રી વિશાલભાઈ લાલકીયાએ જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit