Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હમાપરમાં પ્રવેશદ્વાર લોકાર્પણ, યજ્ઞ અને રામામંડળના ત્રિવિધ કાર્યક્રમો

આગામી આઠમી મે ના દિવસે

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૬: ધ્રોલના હમાપર ગામે આસ્થાનો મહાકુંભ આઠમી મેના ભરાશે અને ૨૫૦ વર્ષ જુના નાથાબાપાના સાનિધ્યમાં પ્રવેશદ્વાર લોકાર્પણ, યજ્ઞ અને રામામંડળ યોજાશે.

ધ્રોલ તાલુકાનું હમાપર ગામ ૮ મેના ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના ત્રિવેણી સંગમનું સાક્ષી બનશે. ગામમાં અઢીસો વર્ષથી અકબંધ આસ્થાનું કેન્દ્ર રહેલા શૂરાપુરા શ્રી નાથાબાપાના સાનિધ્યમાં શિયાર પરિવાર દ્વારા નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, મહાયજ્ઞ અને રાત્રિના સમયે રામામંડળ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ ૦૮-૦૫-૨૦૨૬ ને શુક્રવારના રોજ 'જય નાથાબાપા ચેરીટેબલ ટ્રસ્ટ' તથા સમસ્ત શિયાર પરિવારના સંયુક્ત ઉપક્રમે નિર્મિત સુરાપુરા શ્રી નાથાબાપા પ્રવેશદ્વારનું સવારે ૦૯:૩૦ કલાકે પૂજ્ય સંતો-મહંતોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ખંભાળીયા સ્થિત શ્રી મોરાર સાહેબની જગ્યા, હિંગરીયાના મહંતશ્રી કલ્યાણદાસ બાપુ, મોટી વિરાણીના મહંત શ્રી શાંતિદાસ બાપુ, બિબરના મહંત શ્રી જગજીવનદાસ બાપુ, રાજકોટ રામવાડીના મહંત શ્રી મયારામદાસ બાપુ, વવાણીયાના સંત શ્રી પ્રભુદાસજી બાપુ તથા તારાણા ધામના માતૃશ્રી મુરી માં સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.

શ્રી મોમાઈ માતાજી તથા સુરાપુરા બાપાની અસીમ કૃપાથી આયોજિત આ ઉત્સવમાં સવારે ૦૭:૩૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે ૧૨:૦૦ કલાકે યજ્ઞનું બીડું હોમવામાં આવશે, ત્યારબાદ શ્રી નાથાબાપાના મંદિર માનસર રોડ ૫ાસે ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાંજે ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને રાત્રિના ૯ કલાકે હમાપરનું પ્રખ્યાત રામામંડળ યોજાશે, જે આ ધાર્મિક મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે.

હમાપરની ધરતી પર ૨૫૦ વર્ષ પૂર્વે થયેલા નાથાભાઈ રણમલભાઈ શિયાર (નાથા બાપા) નો ઈતિહાસ લોકહ્ય્દયમાં જીવંત છે. રામ મંદિરના નિર્માણથી લઈને ગામને મહામારીમાંથી મુક્ત કરવા સુધીની તેમની કથાઓ ગ્રામજનો માટે અતૂટ શ્રદ્ધાનો વિષય છે. આજે પણ ગામની પરંપરા મુજબ નવવધૂઓ દ્વારા લાજ કાઢવી અને પગરખાં ઉતારીને પ્રવેશ કરવો જેવી મર્યાદાઓ જળવાયેલી છે. અરજણભાઈ કારાભાઈ શિયારના આશીર્વાદથી આયોજિત આ કાર્યક્રમમાં જશુભાઈ શિયાર, રાહુલભાઈ શિયાર, પ્રતિકભાઈ શિયાર તેમજ સમગ્ર શિયાર પરિવાર જહેમત ઉઠાવી રહૃાા છે. આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ માંગલિક પ્રસંગે ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh