જામનગરમાં કન્ટેન્મેન્ટ ઝોન ખોલવા અંગે કલેક્ટરને રજુઆત

જામનગર તા. ૨૨ઃ જામનગરના ઘાંચીવાડ, ઘાંચીની ખડકી, જાંબુડી મસ્જિદ, મુલ્લા મેડી, લીંડી બજાર, નૂરીપાર્ક, નદીપા, લંઘાવાડનો ઢાળીયો જેવા કન્ટેન્મેન્ટ વિસ્તારમાં એકાદ હજાર મકાનો છે. આ વિસ્તારોની અવધિ પૂર્ણ થવામાં છે. અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જે સંક્રમણ વ્યક્તિઓને કોરોન્ટાઈનમાંથી મુક્તિ મળી છે અને કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી છતાં કન્ટેન્મેન્ટ ઝોન ખોલવામાં આવ્યો નથી.

આગામી દિવસોમાં રમઝાન ઈદનો પવિત્ર તહેવાર હોય આથી તાકીદે કન્ટેન્મેન્ટ ઝોન ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગણી વોર્ડ નં. ૧૨ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજીએ જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit