Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો

તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જામખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરમાં વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે નવા એડમીશન સત્ર ૨૦૨૬માં રાજ્યની સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) માં મૂળ રાજ્ય વ્યવસાય (જીસીવીટી)ના ટ્રેડ તથા એનસીવીટી નોન-એફીલીએટેડ ટ્રેડની ખાલી રહેલ બેઠકો પર વધુમાં વધુ ઉમેદવારો પ્રવેશ મેળવી શકે તે હેતુથી,  સદર ખાલી રહેલ બેઠકો પર તા. ૧૦-૦૯-૨૦૨૬ સુધી વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

જેમાં ટ્રેડ પ્રમાણે એટેન્ડન્ટ ઓપરેટર (કેમીકલ પ્લાન્ટ), ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર, પ્લમ્બર, મીકેનીક ડીઝલ, ટુ વ્હીલર ઓટો રીપેરર, મોટર રીવાઈન્ડર કમ સોલર ટેકનિશીયન, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, હેલ્થ સેનેટરી ઇંસ્પેક્ટર, સોલાર ટેકનિશીયન (ઇલેકટ્રીકલ) અને કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્ક મેઈન્ટેનન્સમાં બેઠકો ભરવાપાત્ર છે.

આ બેઠકો ઉપર પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને વહેલા તે પહેલા અને જે તે દિવસનાં મેરીટનાં ધોરણે પ્રવેશ મેળવી શકાશે. જે ઉમેદવારોએ અગાઉ નોંધણી કરાવેલી હોઈ તેમજ નવો પ્રવેશ મેળવવા માગતા હોય તેવા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી તમામ ઓરીજીનલ પ્રમાણપત્રો સાથે જિલ્લાની કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા આચાર્ય આઈટીઆઈ જામ ખંભાળીયાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh