સમસ્ત ખવાસ જ્ઞાતિ દાવલશા ફળીનો વિદ્યાર્થી સન્માન સમારોહ મોકુફ

જામનગર તા. ૩૦ઃ સમસ્ત ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી વિભાગ, જામનગરનો દર વર્ષે યોજાતો વિદ્યાર્થી સન્માન સમારોહ હાલની કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ દાવલશા ફળી વાડીમાં અપાશે. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ તા. ર૦-૭-ર૦ર૦ સુધીમાં સાંજે ૬ થી ૮ દરમિયાન દાવલશા ફળીના કાર્યાલયમાં જમા કરાવીને ટોકન મેળવવાનું રહેશે. શૈક્ષણિક કીટનું વિતરણ આ વર્ષે વાડીમાંથી કરવામાં આવશે. જે તા. ૧-૮-ર૦ર૦ થી તા. પ-૮-ર૦ર૦ સુધી સાંજે ટોકનથી આપવામાં આવશે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે તેમ શિક્ષણ સમિતિના ચેરમેન સાગર કે. રાઠોડ અને પ્રમુખ અરવિંદ ચૌહાણએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit