Advertisement
Author: નોબત સમાચાર

એસ્ટેટ શાખાના કર્મચારી પર હુમલો કરવા અંગે રેંકડીધારક સહિત ત્રણ સામે ફરિયાદ

એસ્ટેટ ઓફિસરે ફરજમાં રૂકાવટની કરી રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના લંઘાવાડના ઢાળીયા વિસ્તારમાં ગઈકાલે એસ્ટેટ શાખાના કર્મચારી સાથે ત્રણ શખ્સે કરેલી મારામારી અંગે એસ્ટેટ ઓફિસરે ફરજમાં રૂકાવટ કરવા અંગે ફરિયાદમાં નોંધાવી છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે શહેરના લંઘાવાડ ઢાળીયા નજીક દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી હતી. ત્યારે રોડ પર અબુમિંયા કાદરી નામના શખ્સની ખાલી રેંકડી જોવા મળતા શાખાના કર્મચારી કિશન મેઘજીભાઈ ગોહિલે તે રેંકડી એસ્ટેટ શાખાના ટ્રેક્ટરમાં ભરવા તજવીજ કરતા અબુમિંયા દોડી આવ્યો હતો.

આ શખ્સે રેંકડી ભરવા બાબતે બોલાચાલી કરવા ઉપરાંત કિશનને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. આ વેળાએ બે અજાણ્યા શખ્સ પણ ધસી આવ્યા હતા. તેઓએ કિશનને આડેધડ માર મારી હવે રેંકડી ભરવા આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા એસ્ટેટ ઓફિસર કે.જી. ગઢવીએ ખુદ ફરિયાદી બની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અબુમિંયા કાદરી તથા બે અજાણ્યા શખ્સ સામે ફરજમાં રૂકાવટ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh