ઓખા મરીન પોલીસ તથા એસઓજી દ્વારાયોજાયો ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ

ઓખા તા. ૧૯ઃ ઓખા ડાલ્ડા બંદરમાં સાગર કવચ કવાયત અનુસંધાને ઓખા મરીન પોલીસ તથા એસ.ઓ.જી.ના સંયુક્ત ઉપક્રમે ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા ડીવાયએસપી સીસી ખટાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સાગર કવચ કવાયત અને દરિયાઈ માર્ગે આતંકી હુમલાના ભય અને દરિયાકાંઠે થતી શંકાસ્પદ હિલચાલની માહિતી તાત્કાલિક મળી રહે તે હેતુ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં થતી તપાસમાં સચોટ માહિતી મળી રહે તે હેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પીઆઈ જેએમ પટેલના અધ્યક્ષ સ્થાને ઓખા મરીન પીઆઈ જે.જી.સોલંકીની ઉપસ્થિતિમાં ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કસ્ટમ વિભાગ, ફીશરીઝ ખાતાના આસી. સુપ્રિન્ટેન્ડન્ટ બારડ, ફીશરીઝ એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આગેવાનો તથા આશરે ૨૫૦ જેટલા ફીશરમેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવેરનેસ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અલગ અલગ મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને સીસી ટીવી કેમરા લગાવવા, બંદર વિસ્તારમાં આવતી જતી માછીમારો બોટો તથા શંકાસ્પદ વાહનો-ઈસમો ઉપર દેખરેખ રાખી શકાય તેવું આયોજન કરવા, માછીમારી સીઝનમાં બહારથી કામ કરવા આવતા ઈસમોના ઓળખપત્રોની નકલો તેમજ રહેઠાણના પોલીસ વેરીફીકેશન દાખલો વગેરે જેવા સરકારી ઓળખપત્રોની નકલો સ્થાનીય પોલીસ સ્ટેશનએ જમા કરાવી જાણ કરવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરિયામાં જતી બોટોના માણસોનું ફીશરીઝ કચેરીમાં નોંધ કરાવવા સૂચના કરવામાં આવી હતી. દરિયામાં થતી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલીક રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓને, સ્થાનીય પોલીસને, એસ.ઓ.જી.ને જાણ કરવા સૂચના કરવામાં આવી હતી, આવી જાણ કરનારા ઈસમની ઓળખની ગુપ્તતા જાળવવામાં આવશે એવી ખાત્રી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાઈ સુરક્ષાને લગત જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનોએ રાષ્ટ્રીય સુરક્ષામાં સહકાર આપવા ઉત્સાહ દેખાડ્યો હતો.

close
Ank Bandh 26 January
close
PPE Kit