Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ મહિલા પકડાયાઃ બાઈક-રોકડ ઝબ્બે

એક મહિલા સહિત બે નાસી ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરમાં એક મહિલાના મકાન પાસે ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ મહિલાને પોલીસે પકડી પાડયા હતા. પોલીસને જોઈને એક મહિલા તથા એક શખ્સ નાસી ગયા હતા. રોકડ તથા બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જામજોધપુર શહેરમાં ખેતલા ચોક પાસે એક મહિલાના મકાન નજીક ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા સતીબેન કેશવજીભાઈ જોટંગીયાના મકાન પાસે ગંજીપાનાથી જુગાર રમતા ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયા, દક્ષાબેન દેવેન્દ્રભાઈ ઘેટીયા, હુસેનાબેન બ્લોચ, સતીબેન કેશવજીભાઈ જોટંગીયા ઉર્ફે સંતોકબેન, આશીષ રાજગોર નામના પાંચ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા. જેમાંથી હુસેનાબેન તથા આશિષ રાજદેવ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૮ર૦ રોકડા, ૭૪૪૨ નંબરનું બાઈક મળી કુલ રૂ।.૩૧,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh