Advertisement
Author: નોબત સમાચાર

ઓખા કોસ્ટ ગાર્ડના કાફલામાં જોડાયું વિરાટકાય 'અજીત' જહાજ

૩૩૦ ટન વજન, ર૭ નોટિકલ માઈલની ઝડપ, ૫૨ મીટરની લંબાઈ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદી જિલ્લો હોય તથા દ્વારકા જિલ્લાના ઓખાથી પાકિસ્તાન તદ્ન નજીક હોય, તથા આંતરરાષ્ટ્રીય સરહદે અવારનવાર ઘૂસણખોરી થતી હોય, ભારત સરકાર દ્વારા ઓખામાં કોસ્ટ ગાર્ડ જિલ્લા હેડ ક્વાર્ટર નંબર ૧પ આવેલું હોય, આ કોસ્ટગાર્ડની સગવડ વધારવા તથા સલામતિ સુરક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તે માટે ભારત સરકાર દ્વારા આ અજીત જહાજને કોસ્ટગાર્ડ ઓખાને ફાળવાતા દ્વારકા જિલ્લા કલેક્ટર તન્ના તથા કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ જહાજના વેલકમ સેરેમની યોજાયો હતો.

જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ કોસ્ટ લાઈન એરિયામાં અજીતન જોડાવાની મોનીટરીંગ અંગે સમીક્ષા તથા ચર્ચાઓ પણ કરી હતી.

ઓખા કોસ્ટ ગાર્ડને મળેલું આઈ.સી.જી.એસ. અજીતે ૫૨ મીટરની લંબાઈનું, ૩૩૦ ટનનું જહાજ ગોવા શીપ યાર્ડ દ્વારા મેઈડ ઈન ઈન્ડિયાનું બનેલું છે, જે ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ છે.

ર૭ નોટીકલ માઈલની સ્પીડ ધરાવતું આ જહાજ ૧પ૦૦ નોટીકલ માઈલ સુધી સરળતાથી જઈ શકે છે તથા બે વિશાળ ડીઝલ એન્જિન સાથે કંટ્રોલેવલ પીય પ્રીપેલર્સ સાથે ફાસ્ટ પેટ્રોલ વેસલ્સમાં પ્રથમ ભારતમાં છે જેની સંભાળ માટે ૬ ઓફિસર અને ૩પ ખલાસીઓ છે. માછીમારોના પ્રોટેક્શન, રેસ્ક્યુ તથા એન્ટી સ્મગલીંગ પ્રવૃત્તિ અને સલામતી સાથે સરહદ સંરક્ષણમાં આ 'અજીત' હવે ઓખા કામ કરશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh