Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક સ્થાનિક જનપ્રતિનિધિઓએ પોતાની બેઠક બદલાવી પડી શકે છે!
જામનગર તાા ૨૭: જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકનું નવું રોટેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનેક બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં તાલુકા મુજબ રોટેશનની વિગતો જોઈએ તો જામનગર તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠક છે. જેમાં ૨૬ બેઠકમાંથી ૩ બેઠક અ.જા., એક બેઠક અનુ. જનજાતિ, સાત બેઠક સા.શૌ. પછાત વર્ગ, અને ૧૫ બેઠક સામાન્ય (બિન અનામત)નો સમાવેશ થાય છે. તેમાં ૧૩ બેઠક સ્ત્રીઓ માટે છે. જેમાં બે અ.જા., ૩ સા.શૈ. પછાત વર્ગ અને ૮ સામાન્યનો સમાવેશ થાય છે.
તે મુજબ આમરા (સામાન્ય સ્ત્રી), અલીયા (બિન અનામત સામાન્ય), બેડ-(સામન્ય સ્ત્રી), બેરાજા (બિન-અનામત સામાન્ય), ચેલા (સામાન્ય સ્ત્રી), દડીયા (સામાન્ય સ્ત્રી), દરેડ (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), ઢીંચડા (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), ધુંવાવ (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), ધુતારપર (અનુ. જાતિ સ્ત્રી), દિગ્વિજય ગ્રામ (સા.શૈ. પછાત વર્ગ), ફલ્લા (સા.શૈ. પછાત વર્ગ), હર્ષદપુર (સા.શૈ. પછાત વર્ગ), જામવણંથલી (સા.શૈ. પછાત વર્ગ), જીવાપર (સામાન્ય સ્ત્રી), ખીમરાણા (બિન અનામત સામાન્ય), લાખાબાવળ (સામાન્ય સ્ત્રી), મોરકંડા (અનુ. જાતિ સ્ત્રી), મોટીબાણુંગાર (બિન અનામત સામાન્ય), મોટી ભલસાણ (સામાન્ય સ્ત્રી), મોટી ખાવડી (બિન અનામત સામાન્ય), નાઘેડી (અનુ. જાતિ), નવા નાગના (બિન અનામત સામાન્ય), સચાણા (બિન અનામત સામાન્ય), ઠેબા (સામાન્ય સ્ત્રી), વિરપર (અનુ. આદિ જાતિ) બેઠકની ફાળવણી કરવામાં આવી છે.
તેવી જ રીતે જોડીયા તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાં રોટેશન જોઈએ તો એક બેઠક અનુ. જાતિ, એક બેઠક અનુ. જન જાતિ, ૪ બેઠક સા.શૈ. પછાત વર્ગ અને ૧૦ બેઠક સામાન્ય (બિન અનામત) રાખવામાં આવી છે. તેમાં કુલ ૧૬ માંથી ૮ બેઠક સ્ત્રી અનામત છે. જેમાં અનુ. જાતિ-એક, સા. શૈ. પછાત બે અને પાંચ સામાન્યનો સમાવેશ થાય છે.
દરેક બેઠક મુજબ જોઈએ તો બાલાચડી (સામાન્ય સ્ત્રી), બાલંભા (બિન અનામત સામાન્ય), ભાદરા (સામાન્ય સ્ત્રી), દુધઈ (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), હડીયાણા (બિન અનામત સામાન્ય), જોડીયા-૧ (અનુ. આદિ જાતિ), જોડીયા-૨ (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), જોડીયા-૩ (સા.શૈ. પછાત વર્ગ), કેશીયા (સા.શૈ. પછાત), કુન્નડ (બિન અનામત સામાન્ય), માધાપર (બિન અનામત સામાન્ય), મેઘપર (બિન અનામત સામાન્ય), રશનાળ (સામાન્ય સ્ત્રી), તારણા (સામાન્ય સ્ત્રી), વાવડી (સામાન્ય સ્ત્રી), લાલપુરની ૧૮ બેઠકના રોટેશનમાં બે અ.જા., એક અજ.જા., પાંચ સા.શૈ. પછાત અને ૧૦ સામાન્ય તેમજ ૧૮ માંથી ૯ સ્ત્રી બેઠકો તેમાં એક અનુ. જાતિ, એક અનુ. જન જાતિ, બે સા.શૈ. પછાત વર્ગ અને ૫ાંચ સામાન્ય બેઠક છે.
લાલપુરની ૧૮ બેઠક અન્વયે દરેક બેઠક વાઈસ રોટેશનમાં જોઈએ તો આરબલુસ (સામાન્ય સ્ત્રી), ભણગોર (અનુ. આદિ જાતિ સ્ત્રી), ગોવાણા (સામાન્ય સ્ત્રી), હરીપર (સામાન્ય સ્ત્રી), કાનાલુસ (સા.શૈ. પછાત વર્ગ), ખડબા મોટા (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), ખડબા નાના (સા.શૈ. પછાત વર્ગ), લાલપુર-૧ (અનુ. જાતિ સ્ત્રી), લાલપુર-૨ (સા.શૈ. પછાત વર્ગ), લાલપુર-૩ (સા.શૈ. પછાત વર્ગ), મોડપર (બિન અનામત સામાન્ય), નાંદુરી (બિન અનામત સામાન્ય), પડાણા (અનુ. જાતિ) પીપરટોડા (બિન અનામત સામાન્ય), નાની રાફુદળ (બિન અનામત-સામાન્ય), રીંજપર (બિન અનામત-સામાન્ય), સિંગચ (સામાન્ય સ્ત્રી), ઝાખર (સામાન્ય સ્ત્રી) ની બેઠકો જાહેર કરાઈ છે. આમ ઉપરોક્ત બેઠક મુજબનું રોટેશન ગોઠવાયુ છે.
ધ્રોલ તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી અનુ.જાતિ ૧, અનુ.જનજાતિ-૧, સા.શૈ. પછાત વર્ગ-૪ અને સામાન્ય ૧૦ બેઠક અને ૧૬ માંથી ૮ બેઠક સ્ત્રી અનામત છે. જેમાં અનુ.જાતિ-૧, સા.શૈ. પછાત બે અને સામાન્યની પાંચ બેઠકનો સમાવેશ થાય છે.
આ તમામ બેઠક જોઈએ તો ભેંસદડ (બિન અનામત સામાન્ય), દેડકદડ (સામાન્ય સ્ત્રી), હાટાડોડા (અનુ.આદિ જાતિ), હમાપર (સામાન્ય સ્ત્રી), જાલીયા દેવાણી (સા.શૈ. પછાત વર્ગ-સ્ત્રી), જાયવા (સા.શૈ. પછાત વર્ગ-સ્ત્રી), ખાખરા (અનુ.જાતિ સ્ત્રી), ખારવા (સા.શૈ. પછાત વર્ગ), ખેંગારકા (સા.શૈ. પછાત વર્ગ), લૈયારા (બિન અનામત-સામાન્ય), લતીપુર-૧ (સામાન્ય સ્ત્રી), લતીપુર-ર (બિન અનામત-સામાન્ય), લતીપુર-૩ (બિનઅનામત-સ્ત્રી), નથુવડાલા (બિનઅનામત-સામાન્ય), વાગુદડ મોટા (સામાન્ય સ્ત્રી), વાંકિયા (સામાન્ય સ્ત્રી) મુજબ બેઠકની ફાળવણી થવા પામી છે.
જામજોધપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકનું રોટેશન જોઈએ તો અનુ.જાતિ-ર, અનુ.જનજાતિ-૧, સા.શૈ. પછાત વર્ગ-પ અને સામાન્ય (બિનઅનામત) ૧૦ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ૧૮ માંથી ૯ બેઠકો સ્ત્રી અનામત છે. જેમાં અનુ.જાતિ-૧, સા.શૈ. પછાત વર્ગ-૩ અને સામાન્ય પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે જામજોધપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો જોઈએ તો બાલવા (અનુ. આદિજાતિ), બુટાવદર (સામાન્ય સ્ત્રી), ધ્રાફા (બિન અનામત સામાન્ય), ગીંગણી (અનુ.જાતિ), ઈશ્વરીયા (સા.શૈ. પછાત સ્ત્રી), જામવાડી (અનુ.જાતિ સ્ત્રી), માંડાસણ (સા.શૈ. પછાતવર્ગ સ્ત્રી), મોટાવડીયા (સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી), મોટી ગોપ (સા.શૈ. પછાત વર્ગ), પાટણ (સા.શૈ. પછાત વર્ગ), સડોદર (બિનઅનામત-સામાન્ય), સમાણા (બિનઅનામત-સામાન્ય), સતાપર (બિનઅનામત સામાન્ય), શેઠવડાળા (સામાન્ય સ્ત્રી), સિદસર (બિનઅનામત સામાન્ય), તરસાઈ (સામાન્ય સ્ત્રી), વનાણા (સામાન્ય સ્ત્રી), વાંસજાળીયા (સામાન્ય સ્ત્રી) મુજબ બેઠક ફાળવણી કરવામાં આવી છે.
કાલાવડ તાલુકા પંચાયતની ૧૮ બેઠકનું રોટેશન જોઈએ તો અનુ.જાતિ-ર, અનુ જનજાતિ-૧, સા.શૈ. પછાત વર્ગ-પ અને ૧૦ સામાન્ય બેઠક અને કુલ ૧૮ માંથી ૯ સ્ત્રીઓ માટેની બેઠક જેમાં એક અનુ.જાતિ, ૩ શા.શૈ. પછાત વર્ગ અને પાંચ સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. તમામ ૧૮ બેઠકો ઉપર નજર કરીએ તો આણંદપુર (બિન અનામત સામાન્ય), બેરાજા (સામાન્ય સ્ત્રી), છતર (અનુ.જાતિ-સ્ત્રી), ધુનધોરાજી (સા.શૈ. પછાતવર્ગ-સ્ત્રી), જશાપર (બિન અનામત - સામાન્ય), કાલમેઘડા (અનુસુચિત જાતિ), ખંઢેરા (સા.શૈ. પછાતવર્ગ-સ્ત્રી), ખરેડી (સા.શૈ. પછાતવર્ગ સ્ત્રી), મકરાણી સણોસરા (અનુ.આદિ જાતિ), મોટાવડાળા (સા.શૈ. પછાતવર્ગ), મોટી માટલી (સા.શૈ. પછાત વર્ગ), મુળીલા (બિન અના.સામા.), નાના વડાળા (બિનઅનામત-સામાન્ય), નાની વાવડી (સામાન્ય-સ્ત્રી), નવાગામ (બિનઅનામત-સામાન્ય), નિકાવા (સામાન્ય સ્ત્રી), પીપર (સામાન્ય સ્ત્રી), પીઠડીયા (સામાન્ય-સ્ત્રી), જાહેર થઈ છે.
આમ જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧ર બેઠકોનું નવું રોટેશન જાહેર થયું છે. હવે સ્થાનિક જનપ્રતિનિધિઓ પૈકી કેટલાક સંભવિત ઉમેદવારોએ પોતાની બેઠક બદલવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial