Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રીએ સ્થિર

જામનગર તા. ૧૮: જામનગરમાં ઠંડી અને ગરમી ભરી બેવડી ઋતુની અનુભૂતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૨.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં ભાદરવા માસના મધ્યાંતરે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડી તો બપોરે ગરમીની અનુભૂતિ થઈ રહી છે. બેવડી ઋતુના પગલે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. ખાનગી તથા સરકારી હોસ્પિટલો, દવાખાનાઓમાં તાવ, ઉધરસ, માથા-પેટમાં દુખાવાના કેસ વધારે નોંધાઈ રહ્યા છે.

જામનગરમાં બુધવારે સવારે પૂરા થતા ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં. જેમાં કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૨.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે ૧ ડિગ્રી વધીને લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાએ યથાવત રહેતા ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧૨ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh