લાલપુર તાલુકાના બાઘલા સહિત ત્રણ સ્થળે જુગારના દરોડામાં દસ પકડાયા

ઓખા તા. ૩૦ઃ લાલપુરના બાઘલા ગામમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને તેમજ નીકાવા, જામજોધપુર શહેરમાં પોલીસે જુગાર પકડવા દરોડા પાડી સાત શખ્સોને ગંજીપાના કૂટતા પકડ્યા હતાં જ્યારે જામનગર તથા જીણાવારીમાંથી ત્રણ વર્લીબાજ ઝડપાઈ ગયા હતાં. કુલ રૃા. ૩૫,૦૦૦ની રોકડ કબજે કરવામાં આવી છે.

લાલપુર તાલુકાના બાઘલા ગામ પાસે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના કૂટતા હોવાની બાતમી મળતા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાઘલા ગામથી સસોઈ નદી તરફ જવાના રસ્તા પર ખુલી જગ્યામાં દરોડો પાડતા ત્યાંથી મેઘાભાઈ ગોવિંદભાઈ સોરઠીયા, આમદ ઈશાકભાઈ નાઈ અને પાલાભાઈ રાજાભાઈ ભરવાડ નામના ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી પોલીસે રૃા. ૨૨૫૦ રોકડા કબજે લીધા છે.

કાલાવડ તાલુકાના નીકાવા ગામથી પાતા મેઘપર જવાના રસ્તે ખરાબામાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમી રહેલા દીપકભાઈ જેન્તિભાઈ વાઘેલા, રતીભાઈ ગોવિંદભાઈ ભીમાણી અને શકીલશા નુરશા ઉર્ફે ટીના શાહમદાર નામના ત્રણ શખ્સને પોલીસે રૃા. ૬૨૩૦ની રોકડ સાથે પકડી લીધા છે. જેમાં પટ્ટમાંથી રૃા. ૭૮૦ અને ઝડપાયેલા શખ્સોના કબજામાંથી રૃા. ૫૪૫૦ મળ્યા હતાં.

જામજોધપુર શહેરના ખારવાના કાંઠા પાસે અનિલ પોપટભાઈ સવસાણી, સંજય જેન્તિભાઈ લાડાણી, રાજાભાઈ રામાભાઈ ગઢવી તથા સંદીપ રસીકભાઈ પટેલ નામના ચાર શખ્સ ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાના કૂટતા હતાં ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. પટ્ટમાંથી રૃા. ૧૧,૩૦૦ રોકડા કબજે લઈ પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાંથી ગઈકાલે સાંજે પોલીસે ધર્મેશ જેસાભાઈ કારેણા નામના શખ્સને વર્લીના આંકડા લેતો પકડી લીધો છે. તેના કબજામાંથી રૃા. ૨૫૫૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે લેવાઈ છે.

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં આવેલી સુમરા ચાલીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઊભા રહી વર્લીનું બેટીંગ લેતા મુસ્તાક હારૃન ખફી, હાસમ જુમા રાઉમા નામના બે શખ્સને સિટી એ િડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી લી રૃા. ૧૧,૨૦૦ રોકડા, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન કબજે કર્યા છે અને જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit