જામજોધપુરમાંથી દેશી દારૃના જથ્થા સાથે બે ઝડપાયા

જામનગર તા.૧૧ ઃ જામજોધ૫ુરના જામવાડી ઝાપા પાસે ઓરડીમાંથી આરઆર સેલે દેશી દારૃના જથ્થા સાથે બે શખ્સોને પકડી ત્રીજાનું નામ ખોલાવ્યું છે. જ્યારે લાલપુર તથા જોડિયામાંથી અંગ્રેજી શરાબનો છૂટક જથ્થો ઝડપાયો છે.

જામજોધપુરના જામવાડી ઝાપા પાસે આવેલી એક ઓરડીમાં દેશી દારૃનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના સ્ટાફે દરોડો પાડયો હતો ત્યાં આવેલી યુનુસ સુલેમાન રાવકરડા નામના શખ્સની ઓરડીમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ૧૧૮ લીટર દેશી દારૃ અને રૃા.૧પ૦૦ રોકડા સાથે યુનુસ, સોહિલ મામદ સંધી નામના બે શખ્સો મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરાતા ગંગાજળિયા નેસવાળા સરમણ દેવાભાઈ રબારીનું નામ ખૂલ્યું છે. ત્રણેય શખ્સો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં આરઆર સેલના રામદેવસિંહ, સંદીપસિંહ, કમલેશ રબારી વગેરે સાથે રહ્યા હતા.

લાલપુરના શિવનગર પાસેથી શનિવારે રાત્રે પોલીસે લખમણ ધનજીભાઈ ઢાકેચા ઉર્ફે ભૂરા નામના શખ્સને શકના આધારે રોકી તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ભૂરાની ધરપકડ કરી છે.

જોડિયામાંથી શનિવારે સાંજે મોટરસાયકલ પર પસાર થઈ રહેલા રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા લાલજી બચુભાઈ ભરવાડ નામના શખ્સને પોલીસે રોકી તલાશી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની કોથળી મળી આવતા પોલીસે તે જથ્થો તથા મોટરસાયકલ કબજે કરી લાલજીની ધરપકડ કરી છે.

જોડિયા પોલીસે શનિવારે તારાણા ગામના રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને રોકી તેના કબજામાંથી અંગ્રેજી શરાબની સાત બોટલ કબજે કરી છે. આ જથ્થો મોરબીના ફડસર ગામનો ભરત બચુભાઈ કુંભરવડિયા આપી ગયો હોવાની કબૂલાત મળી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit