Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ ફોન કરી પત્ની, સાસુને ગાળો પણ ભાંડીઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં વાંકાનેરના યુવક સાથે થયા પછી આ પરિણીતાને પતિ, સાસુ, સસરાએ નાની વાતોમાં વાંક કાઢી ગાળો ભાંડ્યા પછી દહેજની માગણી કરી પુત્રી સાથે ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતા અને તે પછી પણ પતિએ પત્ની તથા સાસુને ફોન કરી ગાળો ભાંડતા, છૂટાછેડાની માગણી કરતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે.
જામનગરના ગુલાબનગર નજીક વિભાપર રોડ પર ભૂત બંગલા સામે રહેતા જેન્સીબેન અશ્વિનગીરી ગોસ્વામી નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૨માં મોરબી જિલ્લાના વાંકાનેરમાં અગાઉ વસવાટ કરતા અને હાલમાં સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા ધવલવન રાજેશવન સાથે થયા હતા.
લગ્ન પછી પતિ ધવલવન અને સસરા રાજેશવન ન્યાલવન ગોસ્વામી, સાસુ રીટાબેનએ નાની બાબતોમાં ઝઘડા કરી મારકૂટ કરવા ઉપરાંત ગાળો ભાંડી દહેજ પણ માંગવાનું શરૂ કર્યું હતું. સાસરિયાના ત્રાસથી કંટાળીને જેન્સીબેન પિયર પરત ફરી ગયા હતા. તેમ છતાં પતિ ધવલવન જુદા જુદા ફોન નંબર માંથી કોલ કરી જેન્સીબેન તથા સાસુ ગીતાબેનને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત છૂટાછેડા માંગી ત્રાસ આપતો હોવાથી મહિલા પોલીસ સ્ટેશનમાં જેન્સીબેને ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત સાસરીયાઓએ ત્રાસ આપી આ પરિણીતાને પુત્રી સાથે ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુકી હોવાથી પોલીસે બીએનએસની કલમ ૮૫, ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (ર), ૩૫૧ (૪) તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial