Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ભાડા અધિનિયમનના વિરોધમાં જામનગર બાર એસોસિએશન દ્વારા હડતાલ

જામનગરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલ મિત્રોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યોઃ ન્યાયાધીશને આગોતરી જાણ કરાઈઃ

                                                                                                                                                                                                      

ગુજરાત ભાડા અધિનિયમન ૨૦૨૬ વિધાનસભાએ કાયદો પસાર કર્યાે છે. તેના વિરોધમાં વિવિધ મંડળો હડતાલ કરી રહ્યા છે. જામનગરમાં પણ આજે વકીલ મંડળ દ્વારા ન્યાયીક કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવાયો હતો. વકીલ મંડળના સભ્યો કોર્ટ કમ્પાઉન્ડમાં એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. આ બાબતથી જાણ અગાઉથી જ તેણે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજને પણ કરી હતી. ગુજરાત ભાડા અધિનિયમન ૨૦૨૬ અન્વયે વિધાનસભામાં હાલમાં જ કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને કોર્ટની સત્તાઓ પરત લઈને રેન્ટ ઓથોરિટી અને રેન્ટ ટ્રિબ્યુનલને સોંપવા માટે અને તે અંગે નિમવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાતભરમાં જુદા જુદા એસોસિએશન દ્વારા વિરોધ અને ન્યાયીક કામગીરીની કાર્યવાહીથી દૂર રહેવા અંગે હડતાલ પાડવામાં આવી રહી છે. જામનગર બાર એસો. પણ અન્ય એસોસિએશનના ટેકામાં આવ્યું છે અને આ કાયદાની જોગવાઈના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલ મંડળ સાથે રહી જામનગરમાં પણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આજે જામનગર બાર એસોસિએશન પણ ન્યાયીક કામગીરીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કર્યાે હતો અને તે મુજબ જ આજે વકીલ મિત્રો કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા હતા. આ ઉપરાંત સવારે ૧૧ કલાકે વકીલ મિત્રો કોર્ટ કમ્પાઉન્ડમાં એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી આ ભાડા વિધાયકનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે તા.૧ના જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા અને સેક્રેટરી મનોજ ઝવેરીએ જામનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રિન્સી. જજને પત્ર પણ પાઠવ્યો હતો અને હડતાલ અંગેની જાણ કરી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે, કોઈ વકીલ અગર પક્ષકારો તા.૩ના હાજર રહી શકે નહી કે આવી શકે નહી અને ગેરહાજર રહે તો તેને દરગુજર કરી અને પક્ષકારોને કેસને નુકસાન ન થાય તે રીતે કોર્ટ કેસને જે તે સ્ટેજે જાળવી રાખવા તેમજ ન્યાયીક કાર્યવાહીમાં વોરંટ કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તેવી પણ માગણી કરી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh