શેઠવડાળામાંથી મોટરમાં લઈ જવાતા બે ચપલા કબજે

જામનગર તા. ૩૦ઃ જામજોધપુરના શેઠવડાળામાં ગઈકાલે રાત્રે પસાર થતી એક મોટરમાંથી પોલીસે અંગ્રેજી શરાબના બે ચપલા ઝડપી લીધા છે. મોટરના ચાલક ઉપલેટાના શખ્સની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થયેલી એક મોટરને શકના આધારે રોકવામાં આવી હતી. તે મોટરની પોલીસે તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના બે ચપલા મળી આવ્યા હતાં. ચપલા તથા રૃા. દોઢ લાખની મોટર કબજે કરી પોલીસે તેના ચાલક રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ્રપાલી સોસાયટીમાં વસવાટ કરતા વીજ કંપનીના કોન્ટ્રાક્ટર કમલેશ રામસીભાઈ મારૃની ધરપકડ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit