Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલપીજી, પેન્શન, ટેક્સ, ફ્યુઅલ સહિત
નવી દિલ્હી તા. ર૭: પહેલી ડિસેમ્બરથી નાણાકીય ક્ષેત્રના પાંચ મહત્ત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. જે પૈકી પેન્શનરોને સંબંધિત ફેરફારો અંગે પેન્શનરો જાગૃત રહે તે જરૂરી ગણાવાઈ રહ્યું છે.
નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે, ત્યારે નવા મહિનાની શરૂઆતથી જ ઘણાં મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે.
સરકાર દ્વારા એલપીજીના ભાવમાં ફેરફાર થતા રહે છે. આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બન્ને માટે લાગુ પડે છે, જો કે નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિનડરના રેટ બદલ્યા હતાં, જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. ૧ નવેમ્બરના ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. ૬.પ૦ નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર નક્કી કરવામાં આવી છે, જે અગાઉ ૩૦ સપ્ટેમ્બર હતી. કોઈપણ સરકારી કર્મચારી એનપીએસ અને યુપીએસમાંથી કોઈ એક વિકાસ પસંદ કરી શકે છે. તેથી જો કોઈ કર્મચારી આ બન્નેમાંથી કોઈ એક યોજના પસંદ કરવા માગતો હોય, તો તેણે ૩૦ નવેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે. ૧ ડિસેમ્બર પછી આ તક કદાચ ઉપલબ્ધ નહી થાય.
સિનિયર સિટીઝન્સને પેન્શનનો લાભ નિર્વિઘ્ને ચાલુ રાખવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર છે. જો કોઈ વ્યક્તિ આ સમયમર્યાદામાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે નહીં, તો તેનું પેન્શન અટકી શકે છે.
જો તમારી ઓક્ટોબર મહિનામાં ટીડીએસની કપાત થઈ હોય, તો તમારે સેક્શન ૧૯૪-આઈએ, ૧૯૪-આઈબી, ૧૯૪એમ અને ૧૯૪એસ હેઠળ સ્ટેટમેન્ટ જમા કરાવવું પડશે, જેની અંતિમ તારી ૩૦ નવેમબર નક્કી કરાઈ છે. આ ઉપરાંત જે કરદાતાઓને સેક્શન ૯ર૧ હેઠળ રિપોર્ટ જમા કરાવવાનો છે, તેઓ પણ ૩૦ નવેમ્બર સુધીમાં આ કામ પૂરૃં કરી શકે છે.
ઓઈલ કંપનીઓ દર મહિને એલપીજીની સાથે જ સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે. આ મહિને પણ એલપીજીની સાથે સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલના ભાવ બદલાઈ શકે છે. એટીએફને જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે, જે એક ઝડપી ઈંધણ છે. તેના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને માટે અલગ-અલગ હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial