જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા-દરેડ દ્વારા રક્તદાન કેમ્પ

જામનગર તા. ૩૦ઃ જામનગરના જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા, દરેડ દ્વારા સ્વ. પદમશી નાના ચુડાસપાની જન્મજ્યંતિ અને સપ્તાહ નિમિત્તે જામનગર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૬ લોકોએ રક્તદાન કર્યુ હતું. આ કેમ્પ માટે બ્લડ બેંકના એ.ડી. જાડેજાએ સહયોગ આપ્યો હતો. રક્તદાન કેમ્પમાં જયદેવભાઈ ભટ્ટ, જયેશભાઈ ગોપીયાણી, જવાહરભાઈ મહેતા, શ્રીમતી રેહાનાબેન ઝવેરી, એમ.યુ. ઝવેરી, હરીશભાઈ ખેતીયા, નિતીનભાઈ ગજ્જર, અરવિંદભાઈ ભટ્ટ, એ.કે. મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી નીશાબેન પૂંજાણીએ જહેમત ઉઠાવી હતી.

close
Ank Bandh
close
PPE Kit