જામનગર જિલ્લાના ખેડૂતોને સહાય-વળતર ચૂકવવા માંગણી

જામનગર તા. ૧૯ઃ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં તા. ૧૪મી નવેમ્બરે ૧ થી ૪ ઈંચ જેવો કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક લગભગ નિષ્ફળ જતા મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા નુકસાની અંગે સર્વે કરાવી આર્થિક સહાય કરવા તથા પાક વીમાનું યોગ્ય વળતર આપવા ગરિમા મહિલા અધિકારી મંચના પ્રમુખ સુમનબેન ખરાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

close
Ank Bandh
close
PPE Kit