Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિર પાસે છપ્પન સીડી પાસે શારદામઠની જગ્યામાં ખોદકામની તૈયારી

પુરાતત્ત્વ ખાતાએ શરૂ કર્યો સર્વે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૭: દ્વારકાધીશ મંદિરની આસપાસ પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામની તૈયારી થઈ રહી છે. જેના સંદર્ભે એ.એસ.આઈ.ની ઉચ્ચસ્તરીય ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો છે.

યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે. પુરાતત્ત્વ વિભાગના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આર્કોલોજી વિભાગની ટીમ દ્વારા  જગતમંદિરના સ્વર્ગ દ્વાર તરફના જગતમંદિર અને ગોમતી નદી વચ્ચેના શારદા મઠની જગ્યામાં સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાધીશ મંદિર આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશના પ્રપૌત્ર પ્રધુમનજી દ્વારા બનાવાયેલ જગતમંદિર અતિ પૌરાણિક હોય જેની દેખરેખ અને જાળવણી પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પહેલા વખતો વખત સમુદ્રમાં ડૂબેલી દ્વારકા તથા અન્ય પ્રાચીન ચીજવસ્તુઓની શોધખોળ માટે સર્વે કામગીરી કરાઈ છે ત્યારે પુરાતત્ત્વ વિભાગ દ્વારા જૂની દ્વારકાના દટાયેલા મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધખોળ માટે જગતમંદિરના છપ્પન સીડી પાસેના શારદામઠની જગ્યામાં ખોદકામ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

આ માટે સ્થળ પર પૂજન કર્યા બાદ ખોદકામની કામગીરી એ.એસ.આઈ.ના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં દેશભરમાંથી આવેલ પુરાતત્ત્વવિદો દ્વારા કરવામાં આવનાર છે જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર છે.

આ ઉપરાંત સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના અવશેષોની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

પુરાતત્ત્વ વિભાગના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના જણાવ્યાનુસાર દ્વારકા નગરનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેટલું જ ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ રહેલું છે. જેની પ્રાચીનતા જાણવા સાહિત્ય અને પુરાતત્ત્વ આધાર પર ૧૦૦ વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહયા છે. ૨૦૦૫ થી ૨૦૦૭ દરમ્યાન કરેલ સર્વેક્ષણની મર્યાદિત કક્ષામાં કામગીરી કરવામાં આવેલ જેમાંથી મળેલ પરિણામો આધારે અહીંની પ્રાચીનતાને સિદ્ધ કરવા વધુ પ્રયત્નોની જરૂરીયાત હોય થોડા સર્વે થયેલ કામગીરી બાદ ભારત સરકાર દ્વારા વિશેષ પરિયોજના હેતુ આજરોજ પુનઃ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અહીંની પ્રાચીનતા તથા દ્વારકા તથા બેટ દ્વારકાના સમુદ્રમાં રહેલા પૌરાણિક અવશેષોની વિસ્તૃત શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વૈજ્ઞાનિક અને એકેડેમીક એકટીવીટીમાં પુરાતત્વ વિભાગના પટના, નાગપુર, દક્ષિણ ભારત સહિત દેશભરમાંથી આવેલ પુરાતત્ત્વવિદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલાં પણ જગતમંદિરના મોક્ષ દ્વાર નજીક ખોદકામની કામગીરી કરવામાં આવેલ. પુરાતત્ત્વ વિભાગ દ્વારા હાથ ધરેલ ઉત્ખનનની કામગીરીમાં મળતા અવશેષો આધારે આવનારા દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે. મૂળ રૂપે અન્ડરવોટર વિંગની ટીમ દ્વારા રાજકોટ વિભાગ તથા કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગના સહકારથી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

બે વર્ષ પહેલા પણ પુરાતત્ત્વ ખાતા દ્વારા

મંદિરમાં જીર્ણોદ્ધાર અંગે કરાયું હતું નિરીક્ષણ

આ પહેલા વર્ષ ૨૦૨૩માં પણ ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગોમાં તિરાડો પડી રહી હોવા અંગે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જૂના પથ્થરોમાં મોટા ગાબડા પડયાના સમાચાર માધ્યમોના અહેવાલો બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગના મુંબઈ જીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટ સ્થિત કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનીય પુરાતત્ત્વ કચેરી સાથે મંદિરના જીર્ણોદ્ધારની ચર્ચા કરી મંદિર શિખરનું જાત નિરીક્ષણ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh