Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતો માટે બાયોમેટ્રિક/ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત

પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સતત લાભ મેળવતા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. યોજનાના નિયમ મુજબ, દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા (એપ્રિલ-જુલાઈ) પહેલાં આ વાર્ષિક ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂતોનું વાર્ષિક ઈ-કેવાયસી બાકી રહેલ છે. આથી તા.૦૧ એપ્રિલ ૨૦૨૬ પછી જે લાભાર્થીઓએ આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેઓએ આગામી હપ્તાની સહાય મેળવવા માટે તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવાનું રહે છે.

લાભાર્થી ખેડૂતો નીચે મુજબની સરળ પદ્ધતિઓમાંથી કોઈ પણ એક દ્વારા પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. જેમાં પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા (જાતે): લાભાર્થી પોતાના મોબાઈલમાં પીએમ કિસાન એપ ડાઉનલોડ કરી લોગ ઈન ટાઈપમાં *મ્ીહીકૈષ્ઠૈટ્ઠિઅ* સિલેક્ટ કરી, આધાર નંબર કે રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા દ્વારા) વડે પોતાનું તેમજ અન્ય ૧૦૦ લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરી શકે છે.  સીએસસી/ઈ-ગ્રામ કેન્દ્રમાં નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અથવા ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક (આંગળીના નિશાન) ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાશે.

વધુ માહિતી માટે લગત ગ્રામ્ય કક્ષાના ગ્રામસેવકનો તથા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદી જણાવાયું છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh