કોરોનાના પ્રતિકાર માટે જામનગર મહાનગર પાલિકાના ધન્વન્તરિ રથનું પ્રસ્થાનઃ બાર રથ શહેરમાં ફરશે

કોરોના વાયરસની મહામારી વૈશ્વિક આફત બની ગઈ છે. જામનગરમાં પણ દિન પ્રતિદિન આ મહામારીના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગર શહેર વિસ્તારમાં કુલ બાર ધન્વન્તરિ રથને લીલીઝંડી આપવામાં આવી હતી. આ રથ પોતાના અર્બલ સેન્ટર વિસ્તાર સિવાય બીજા બે વિસ્તાર સહિત, જામનગર શહેરના રોજના ૩૬ જુદા જુદા વિસ્તારો આવરી લેવામાં આવનાર છે. આ ધન્વન્તરિ રથના પ્રસ્થાન પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, કમિશ્નર સતિષ પટેલ, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા તથા જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit