Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-બરૌની વચ્ચે દોડાવાશે ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન

આગામી તહેવારોની સિઝન દરમિયાન

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૪: પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

જેમાં ટ્રેન નં. ૦૯પ૬૯ / ૦૯પ૭૦ રાજકોટ-બરૌની (સાપ્તાહિક) સ્પેશિયલ (૪-૪ ફેરા) ટ્રેન નં. ૦૯પ૬૯ રાજકોટ-બરૌની સ્પેશિયલ ૦પ નવેમ્બર ર૦ર૬ થી ર૬ નવેમ્બર-ર૦ર૬ સુધી દર ગુરૂવારે રાજકોટથી ૧૭.૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે ૦૯.૧પ કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૭૦ બરૌની - રાજકોટ સ્પેશિયલ ૦૭-નવેમ્બર-ર૦ર૬ થી ર૮-નવેમ્બર સુધી દર શનિવારે બરૌની રર.૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે ૧૪.૩૦ કલાકે રાજકોટ પહોંચશે.

માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, કાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંકીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પ્રયાગ જંકશન, ફૂલપુર, જંધઈ, જૌનપુર, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને અનરિઝર્વડ એટલે કે જનરલ શ્રેણીના કોચ રહેશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh