જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે ડેન્ગ્યૂના ૩ર કેસ

જામનગર તા. ૯ઃ જામનગરમાં યથાવત્ જળવાઈ રહેલા રોગચાળામાં મોટી રાહત જોવા મળતી નથી. ગઈકાલે પણ સરકારી હોસ્પિટલમાં ૩ર કેસ ડેન્ગ્યૂના નોંધાયા હતાં.

ઓગસ્ટથી આક્રમક બનેલા ડેન્ગ્યૂના રોગચાળામાં આજ દિવસ સુધી રાહત જોવા મળી નથી. ગઈકાલે પણ જી.જી. હોસ્પિટલમાં ૩ર કેસ નોંધાયા હતાં તેમાંથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ર૧ કેસ નવા, ગ્રામ્ય વિસ્તારોના પાંચ કેસનો સમાવેશ થાય છે, જ્યારે બીજા છ કેસો પડોસી જિલ્લાના હોઈ શકે છે. જામનગરમાં ઓગસ્ટ માસથી ડેન્ગ્યૂ સતત વધી રહ્યો છે. આ રોગચાળાને કાબૂમાં લેવા રાજ્ય સરકાર તરફથી કડક સુચના આપવામાં આવી છે. હવે જામનગર મહાનગરપાલિકાના કમિશનરનું તંત્ર કેટલું અસરકારક સાબિત થાય છે તે તો આવનારો સમય જ કહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit