શિયાળાની શરૃઆતઃ ઠંડી ઊડાડવા પરંપરાગત તાપણાંની ઉષ્માભરી હૂંફ

શિયાળો દબાતા પગલે આવી પહોંચ્યો છે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું અને માવઠાં થયા, તેથી મોસમ પણ બદલતી રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી પણ અનુભવાઈ રહી છે. મોસમના બદલતા મિજાજ સાથે ઈન્સાન તેનાથી રક્ષણ મેળવવાના ઉપાયો શોધે છે. છત્રી અને રેઈનકોટ સંભાળીને મૂકવાની તૈયારી થતી હતી ત્યાં ફરીથી માવઠાની આગાહી થઈ છે, જો કે શિયાળો ધીમે ધીમે પ્રભાવી થઈ રહ્યો હોવાથી વહેલી સવારે અને મોડી રાત્રે પરંપરાગત્ તાપણાં શરૃ થઈ ગયા છે. તાપણાંની મદદથી ઠંડી સામે ઉષ્માભરી હૂંફ મેળવવાની મજા પણ કાંઈક ઓર જ હોય છે. સિનિયર સિટીજનો માટે આ પ્રકારના તાપણાં સુખ-દુઃખની વાતો કરવાની તક પૂરી પાડે છે, ત્યારે યુવાવર્ગ અને વાહનચાલકો તાપણાંની હૂંફ મેળવીને તાજગી અનુભવે છે. સૌરાષ્ટ્રમાં તાપણાંની પરંપરા લોકો વચ્ચે એક હૂંફાળા સહયોગની ભાવના પણ ઊભી કરે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit