Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંગ્લોરમાં થયેલા સાયબર ફ્રોડ કેસની તપાસ દરમ્યાન ખૂલેલા
જામનગર તા.૪: જામનગરની મુખ્ય ટપાલ કચેરીમાં જુદા-જુદા નામે ખાતા ખોલાવી રૂ।.૬૪ લાખથી વધુના સાયબર ફ્રોડ કેસમાં નાણાંની હેરફેરનો આંકડો રૂ।. ૧ કરોડ પર પહોંચી રહૃાો છે. ટપાલ કર્મીને જ સંડોવતા આ પ્રકરણમાં હવાઇ ચોક શાખા પણ આ રીતે જ લાખો રૂપિયાની અનઅધિકૃત હેરફેર થઇ હોવા અંગે તપાસ હાથ ધરી છે અને જુદા-જુદા ટપાલ કચેરીઓના નવ જેટલા કર્મચારીઓને પોલીસે સમન્સ પાઠવી પુછપરછ માટે બોલાવતાં ટપાલ કચેરી વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.
બેંગ્લોરમાં થયેલા સાયબર ફ્રોડ કેસની તપાસમાં ખુલેલા જામનગર ટપાલ કચેરીના આ ચકચારજનક કેસમાં જે-તે સમયે ટપાલકર્મી આફતાબ માડકીયા સામેની ખાતાકિય તપાસ કરનાર અધિકારી અને તેમણે તપાસનો જે અહેવાલ તૈયાર કર્યો છે તે બાબતમાં પોલીસ તપાસ કરે તો ઘણી જ ગંભીર બાબતો સામે આવે અને જેનો રેલો ઉપર અધિકારીઓ સુધી પણ પહોંચે તેમ હોવાથી આ પ્રકરણમાં જવાબદાર સામે ખાતાકિય પગલાં લેવામાં જામનગર ટપાલ કચેરી વર્તુળના અધિક્ષકની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે. જેઓ આ મામલે પત્રકારોને કોઇપણ વિગતો આપવામાં અસમર્થ હોવાનું ગાણું ગાઇ રહૃાા છે.
આ કેસની તપાસના કામે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને જામનગરની જુદી-જુદી ટપાલ કચેરીઓમાં ફરજ બજાવતાં નવ જેટલા કર્મચારીઓને પુછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યાના પગલાંથી પણ ટપાલ કચેરી વર્તુળમાં આ મામલો ભારે ચર્ચા જગાવી રહૃાો છે
પોલીસ તપાસ દરમિયાન શહેરની હવાઇ ચોક સ્થિત ટપાલ કચેરીમાં પણ આ પ્રકારે જ રૂ।.૧૦ લાખથી વધુ રકમના નાણાકીય વ્યવહારો સાયબર ફ્રોડ રીતે કરવામાં આવ્યાનું ખુલ્યું છે અને અત્યાર સુધીની તપાસમાં આ આંકડો કુલ ૯૮ લાખ ૫૬ હજાર સુધી પહોંચી ગયો છે. આ નાણાં ઉપાડનારાઓએ તેનું શું કર્યું તે પણ તપાસનો મુદ્દો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial