Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકાના અંધેર તંત્ર અને બેદરકારીનું વધુ એક દૃષ્ટાંતઃ
ખંભાળિયા તા. ૬: ખંભાળિયામાં લુહારશાળ, હરસિદ્ધિનગર, વિનાયક સોસાયટી, બરછા પાડો, મોરલી મંદિર વિગેરે વિસ્તારોમાં દિવસો સુધી ગંદુ અને ગંધાતું પાણી આવતું હોવાની ફરિયાદો પછી શહેરના વધુ એક પોશ અને ડોક્ટરો, વેપારીઓની જડેશ્વર સોસાયટીમાં પણ ગંદુ-ડહોળું તથા ગંધાતું પાણી આવતું હોવાની ફરિયાદ આ સોસાયટીના રહીશ તથા અગ્રણી ડો. તુષાર ગોસ્વામીએ કરી હતી.
'વહીવટ'માં રત અધિકારી નર્મદાનું પાણી મંગાવવાનું ભૂલી ગયા
ખંભાળિયા પાલિકા દ્વારા વર્ષોથી એપ્રિલ માસના અંતમાં કે જ્યારે ઘી ડેમમાંથી પાણી લેવાનું શરૂ થાય ત્યારે ઘી ડેમના પાણી સાથે નર્મદાનું પાણી લેવાનું શરૂ કરતા જેથી નર્મદાનું ચોખ્ખું પાણી હોય અને ઘી ડેમનું પાણી બે દિવસ ટાંકામાં પડતર રહે તો કચરો ગંદકી બેસી જાય, પણ મોટા 'વહીવટ'માં મગ્ન રહેલા અધિકારીઓને ખબર નહીં કે એપ્રિલ પૂરો થઈ ગયો, મે માસના છ દિવસ વીતી ગયા પણ આપણે નર્મદાનું પાણી મંગાવવાનું જ ભૂલી ગયા. આને કારણે પણ ગંદા પાણીનું પ્રમાણ વધ્યું છે, પણ અધિકારીઓ તો 'મશગુલ' છે. 'સારૂ' કરવાના પ્લાનિંગમાં જનતાનું કે પોતાનું? તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.
ગંદા પાણીના દેકારા પછી થોડો સમય જાગતું તંત્ર પાછું ભૂલી જતું હોય તેમ અન્ય સ્થળે ગંદુ પાણી ચાલુ થઈ જાય છે. તાજેતરમાં અપક્ષ પાલિકા સદસ્ય ઉદય ગઢવીએ પણ તંત્રના કાન ખેંચ્યા હતાં પણ નીંભર તંત્ર હજુ ઊંઘમાં જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial