Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલના કરોડોના લાઈટ બીલ બાકી અને કોન્ટ્રાક્ટરને ચૂકવણી !
ખંભાળિયા તા. ૬: ખંભાળિયા નગરપાલિકાનો કચરો વર્ષોથી ડમ્પીંગ યાર્ડમાં પડ્યો હોય, વારંવાર આગ લાગતી હોય, દુર્ગંધ આવતી હોય, અગાઉની બોડીના જાગૃત પદાધિકારીની રજૂઆતથી ખાસ કેસમાં કરોડોની ગ્રાન્ટ કચરા નિકાલ માટે ફાળવાઈ છે, ત્યારે તેનું નિયમ વિરૂદ્ધ શંકાસ્પદ ચૂકવણું ભારે ચર્ચાપાત્ર બન્યું છે.
અઢી કરોડના ખર્ચે કચરાનો નિકાલ કોન્ટ્રાક્ટરને અપાયો છે, તેમાં ૩પ૦ રૂપિયા ટન દીઠ નિકાલનો ભાવ છે તેનો વજનકાંટો તથા ધ્યાન રાખવા પાલિકા પાસે માણસો નથી. કોન્ટ્રાક્ટર અંધેરી નગરીની જેમ વહીવટ કરે છે. કચરા અંગે જી.પી.સી.બી.નું પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે તથા કચરામાં ઉપયોગી અને પ્લાસ્ટિક જેવી વસ્તુના વેંચાણની આવક નગરપાલિકાની હોય તથા ભરતી માટેની ચીજો, ધૂળ પણ પાલિકાએ વેંચાણ કરીને આવક કરવાની હોય, પણ ખંભાળિયા પાલિકા નિયમ ભંગ કરે છે. તાજેતરમાં હાલારના કાલાવડ પાલિકાએ આવા કચરાનો નિકલ કરતા તેમણે ધૂળ મોરમ વેંચવા કાઢી પણ ખંભાળિયા પાલિકાએ કોન્ટ્રાક્ટરને સોંપી દીધું તેથી લોકોમાં પ્રશ્ન ઊઠી રહ્યો છે કે, શું મલાઈ મળે છે?
પાલિકા દ્વારા આવા અઢી કરોડના કોન્ટ્રાક્ટરમાં જ્યાં કામ થતું હોય ત્યાં સી.સી. ટી.વી. નાખવા જોઈએ. જેથી ગેરરીતિ ના થાય અને એજન્સીના નહીં પાલિકાના માણસો દેખરેખમાં રાખવા જોઈએ પણ અહીં આ નિયમોનું પાલન થયું નથી. નવાઈની વાત છે કે લાઈટ બીલના કરોડો બાકી રહે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરને બીલ મૂક્યા પછી તુરત જ ૭પ લાખનું ચૂકવણું થઈ ગયું. કૂવામાં આવે પછી એવડામાં આવે ને આ બાબતે ફરિયાદ થાય તો નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial