Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાથી ૪ કિ.મી. દૂર ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસે પૌરાણિક નટેશ્વર મહાદેવનું મંદિર

કૃષ્ણકાળના ઈતિહાસ સાથે સંકળાયેલા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: તીર્થભૂમિ દ્વારકા પાસેના કૃષ્ણકાળનો ઈતિહાસ ધરાવતાં ઈન્દ્રેશ્વર મહાદેવ સમીપ શ્રી નટેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. આ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણ દ્વારા પૂજિત શ્રી સિદ્ધ ગણપતિનું પૌરાણિક મંદિર આવેલું છે.

પ્રાચીન ઈતિહાસ અનુસાર શ્રી સિધ્ધ ગણપતિજીના પૌરાણિક મંદિરની આસપાસના તળાવને ઊંડુ કરવા માટી કાઢતી વખતે ગ્રામજનોને મહાદેવનું શિવલિંગ પ્રાપ્ત થયેલ. જે બાદ ગ્રામજનોએ શારદાપીઠના તત્કાલીન જગદ્ગુરૂ શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદજી સાથે આ અંગે મંત્રણા કરી અને તેમની પ્રેરણા તથા માર્ગદર્શનથી ૧૯૭૫ આસપાસના સમયમાં સિદ્ધ ગણપતિ મંદિરના પ્રાંગણમાં તત્કાલીન શંકરાચાર્યજી મહારાજના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા શિવલિંગની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પૂજવામાં આવતાં સિદ્ધ ગણપતિજી મંદિરના પ્રાંગણમાં સ્થપાયેલ શિવલિંગના મંદિરનું નામ ભગવાન શ્રીકૃષ્ણ જેઓ નટરાજ પણ કહેવાયા હોય આ મંદિરનું નામ નટેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. શિવલિંગની સ્થાપના પછી દ્વારકાના ચંપાબેન નટવરલાલ વિઠલાણી પરિવાર દ્વારા સને ૧૯૮૫-૮૬ ની સાલમાં ભવ્ય શિવાલય તથા સમગ્ર મંદિર પરિસરનું નિર્માણકાર્ય કરવામાં આવેલ. દ્વારકા તેમજ આસપાસના ગામના ભાવિકો ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવાની સાથે સાથે શ્રી નટેશ્વર મહાદેવ તથા સિદ્ધ ગણપતિજીના દર્શને પણ અચૂક આવે છે.

હાલમાં ચાલતાં શ્રાવણ માસમાં નટેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. હાલમાં મંદિરની વ્યવસ્થા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ થાય છે તથા સેવા-પૂજા અમરેન્દ્રાનંદ બ્રહ્મચારીજી દ્વારા કરવામાં આવી રહી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh