Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શરો માટે ખુશખબર:

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૪: ગુજરાત સરકારે દિવાળી પૂર્વે રાજ્યના ૮.૮ર લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શરોને ખુશખબર આપ્યા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ડીએ ૬૦ ટકાથી વધીને ૬૩ ટકા થશે. આ નિર્ણયથી ૪ લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને ૪.૮ર લાખ જેટલા પેન્શનરોને સીધો આર્થિક ફાયદો મળશે. ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર બહાર પડશે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેનશનરો માટે ખુશીના સમાચાર આપ્યા છે. સરકારી કર્મચારી સંગઠનોની લાંબા સમયની માંગણીઓ અને રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪ લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને ૪.૮ર લાખ જેટલા પેન્શનરો મળીને કુલ ૮.૮ર લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે.

આ વધારામાં રાજ્ય સરકારી કર્મચારીઓ તેમજ પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને અમલીકરણની તારીખ વિશે ટૂંક સમયમાં કેબિનેટ નિર્ણય પછી આખરી વિગતો જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ મે ર૦ર૬ માં પગારપંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી ભથ્થું પ૮ ટકાથી વધીને ૬૦ ટકા થયું હતું. હવે આ નવા ૩ ટકાના વધારા સાથે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૬૦ ટકાથી વધીને ૬૩ ટકાની સપાટીએ પહોંચી જશે.

દાખલા તરીકે જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર રૂ।. ૩૦,૦૦૦ હોય, તો અત્યાર સુધી ૬૦ ટકા લેખે રૂ।. ૧૮,૦૦૦ ડીએ મળતું હતું. હવે ૬૩ ટકા લેખે રૂ।. ૧૮,૯૦૦ મળશે, જેનાથી કર્મચારીના હાથમાં દર મહિને રૂ।. ૯૦૦૦ નો સીધો રોકડ ફાયદો થશે.

મોંઘવારી ભથ્થાના વધારા ઉપરાંત તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ અંગે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ ૯ નવેમ્બરના જાહેર રજા રહેશે, જ્યારે તેની ભરપાઈ રૂપે ૧ર ડિસેમ્બરના શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખીને કામકાજ કરવામાં આવશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh