Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડિગ્રીના વધારા સાથે
જામનગર તા. ૩૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો બે દિવસ સુધી ૩ર.પ ડિગ્રીએ સ્થિર રહ્યા પછી આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન તેમાં ફેરફાર થયો હતો. જેમાં ૧.પ ડિગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને બે ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૭ ડિગ્રી નોધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહ્યું હતું. તાપમાનમાં થયેલા વધારા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો અનુભવાયો હતો. જેના પગલે જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial