Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફટાકડા બજારમાં વેપારીઓને છેલ્લી ઘડીએ તેજીના ધડાકાની આશા

ઓછી સપ્લાય અને ભાવ વધારા સાથે મંદીનો મારઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં દિવાળી પૂર્વે ફટાકડા બજારમાં જઈએ એવી તેજી જોવા મળી રહી નથી. છૂટક વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે અને તેઓને દિવાળી નજીક આવતા ખરીદી વધવાની આશા છે. ફટાકડાના જાણીતા વેપારી અને જામનગર વેપારી એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈ નાગોરીના જણાવ્યાનુસાર ફટાકડાના મુખ્ય નિકાસકાર તમિલનાડુના શિવાકાશીથી ૬૦ ટકા જેટલો જ જથ્થો બજારમાં આવ્યો છે, જેને પગલે ફટાકડામાં સરેરાશ ૩૦-૩પ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓને છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી થશે એવી આશા છે અને તેજીને પગલે તેમની દિવાળી સુધરશે એવી અપેક્ષા છે. ફાટકફાની વેપાયટીઓમાં વાત કરીએ તો બાળકો માટેના ફટાડકામાં અવનવા ફટાકડા આવ્યા છે. ક્રિકેટ બેટ, આઈસ્ક્રીમ ગુલ્ફી, પિત્ઝા વગેરે નવી આઈટમો આકર્ષણ જગાવી રહી છે. ઉપરાંત પરંપરાગત ઝાડ, રોકેટ, જમીન ચક્રી, ફાયર કેકર અને આતશબાજી કરતા ફટાકડાની માંગ અકબંધ છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh