Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રશિયા- યુક્રેન વચ્ચે પણ આક્રમક યુદ્ધ ચાલી રહ્યું છે, તો પ. એશિયાના ૪ દેશોમાં યુદ્ધનુ એલર્ટ અપાયુ છે, તેથી તંગદિલી વધી છે
વોશિંગ્ટન તા. ૨: અમેરિકાના બે-ત્રણ દિવસના હુમલાઓનો જવાબ ઈરાને આજુબાજુના અમેરિકી ઠેકાણાઓ પર હુમલાઓ કરીને આપવાનું શરૂ કરતા ચાર દેશોમાં એલર્ટ અપાયુ છે, અને ટ્રમ્પે ઈરાન તબાહ થયુ હોવાના કરેલા દાવાને ઈરાને ફગોવ્યા છે, તો બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ જંગની વચ્ચે યુક્રેનને મદદગાર દેશોને પણ પુતિને ગંભીર શબ્દોમાં ચેતવણી આપતા ફરીથી મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
થોડા દિવસોની શાંતિ પછી, પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકન સૈન્યએ ઈરાનની અંદર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઈરાને બે દિવસ સુધી ચાલેલા હુમલાઓનો જવાબ આપ્યો. દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિએ ફરીથી તેહરાનને ચેતવણી આપી કે બદલો લેવાનો કોઈપણ પ્રયાસ વિનાશક રહેશે.
ઈરાને પહેલા જોર્ડનમાં પ્રિન્સ હસન એર બેઝ અને ત્યાંના યુએસ મરીન બેઝ પર બેલિસ્ટિક મિસાઇલો ચલાવી. ત્યારબાદ તેહરાને બહેરીનમાં શેખ ઈસા એર બેઝ પર હુમલો કર્યો. કુવૈતે પણ દાવો કર્યો હતો કે તેના પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ડ્રોન હુમલા થયા હતા. જોર્ડને કહૃાું કે તેના હવાઈ સંરક્ષણ દળે તેના ક્ષેત્રમાં પ્રવેશેલી ૧૩ બેલિસ્ટિક મિસાઇલોમાંથી ૧૦ મિસાઇલો તોડી પાડી. ત્રણ વધુ દૂર પડી ગયા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
એક મહિનાની શાંતિ પછી, મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધ ભડક્યું છે. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેના કારણે ઈરાને જોર્ડનમાં પ્રિન્સ હસન એર બેઝ અને ત્યાંના યુએસ મરીન બેઝને બેલિસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવીને બદલો લીધો. બહેરીનમાં શેખ ઇસા એર બેઝ પર મોટા પાયે ડ્રોન હુમલો થયો, અને કુવૈતે પણ તેના પ્રદેશ પર ડ્રોન હુમલાઓની પુષ્ટિ કરી. જોર્ડનની સૈન્યના જણાવ્યા અનુસાર, તેના હવાઈ સંરક્ષણે તેના ક્ષેત્રમાં પ્રવેશેલી ૧૩ બેલિસ્ટિક મિસાઇલોમાંથી ૧૦ ને તોડી પાડી, જ્યારે ત્રણ વસ્તીવાળા વિસ્તારોથી દૂર નિર્જન વિસ્તારોમાં પડી, જેના પરિણામે કોઈ જાનહાનિ થઈ નહીં.
આઈઆરજીસી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હુમલાખોરોને જવાબે આપ્યો હતો. સંગઠનનો દાવો છે કે તેના હુમલામાં મોટી સંખ્યામાં યુએસ સૈનિકો માર્યા ગયા હતા, જોકે યુએસે આ દાવાની પુષ્ટિ કરી નથી. તેનાથી વિપરીત, એક યુએસ અધિકારીએ આ દાવાને ખોટો ગણાવતા કહૃાું કે સેન્ટ્રલ કમાન્ડ (સીઈએનટીસીઓએમ)ના નિવેદનમાં કોઈ પણ યુએસ લશ્કરી જાનહાનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઈરાની મીડિયાએ એ પણ અહેવાલ આપ્યો છે કે બહેરીન એરબેઝ પરના હુમલામાં રડાર સિસ્ટમ અને યુએસ સૈનિકો તૈનાત હતા તેવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોર્ડનના શહેર મફ્રાકમાં સાયરન સંભળાયા હતા, અને હવામાં રોકેટ અટકાવવાના અહેવાલો હતા.
ગઈકાલે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક આઈઆરજીસી બેઝ પર હુમલો કર્યો ત્યારે સંઘર્ષ શરૂ થયો. સીઈએનટીસીઓએમ એ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ભારતીય સમય મુજબ સાંજના સમયે શરૂ થઈ હતી અને તે ઈરાનના વ્યાપારી જહાજો અને ત્યાં તૈનાત યુએસ સૈનિકો પર હુમલો કરવાના પ્રયાસોના જવાબમાં હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે આ હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરંગો બીછાવવાના ઈરાનના નિષ્ફળ પ્રયાસ અને જોર્ડનમાં યુએસ બેઝ પર મિસાઈલ હુમલાના જવાબમાં હતું. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન બદલો લેશે, તો તેને વધુ ગંભીર અને વ્યાપક પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે, જોકે આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો નહીં હોય; વાસ્તવિક મોટો હુમલો હજુ આવવાનો બાકી છે.
ઈરાનના રાજ્ય મીડિયાએ કેશ્મ ટાપુ, બંદર અબ્બાસ, ચાબહાર, જસ્ક, સિરિક, અસલુયેહ, કોનારક અને લાવનમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા હતા અને જીરોફટ શહેરમાં એક નાગરિક એરપોર્ટ પર પણ હુમલાના અહેવાલ આપ્યા હતા. સૌથી દુઃખદ સમાચાર સિરિકથી આવ્યા હતા, જ્યાં યુએસ હવાઈ હુમલામાં એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાં લગ્ન સમારોહ ચાલી રહૃાો હતો. ઈરાની રેડ ક્રેસેન્ટ અનુસાર, એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને ૫૦ થી વધુ ઘાયલ થયા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહૃાો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહી છે ટ્રમ્પનું આ નિવેદન તાજેતરમાં ઈરાની ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલાઓ વચ્ચે આવ્યું છે, અને તેહરાને યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને બદલો લીધો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર, એબીસી ન્યૂઝના એક અહેવાલને ફગાવી દીધો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. તેમણે કહૃાું કે તેમને ઈરાન પર સોદા માટે દબાણ કરવામાં કોઈ રસ નથી.
તેમણે કહૃાું કે જો ઈરાન એવો સોદો કરે જે તેમના માટે નકામો હોય, તો પણ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. ટ્રમ્પે વર્તમાન પરિસ્થિતિને વધુ સારી ગણાવતા કહૃાું કે અમેરિકાનો હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહી છે.
બીજી તરફ રશિયાએ યુક્રેન પર હુમલા વધુ તેજ કરી દીધા છે અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે પુતિને યુક્રેનના બ્રિટન સહિતના મદદગાર દેશોને પણ વોર્નિંગ આપી છે.
રશિયાએ ક્રૂઝ, બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે યુક્રેનની રાજધાની કીવ પર ૧૨ કલાકથી વધુ બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ૩ બાળકો સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા અને એક ભારતીય સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા. રશિયાએ કીવના ૮ સ્થળોને નિશાન બનાવ્યા.
આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે લાખો યુક્રેની બાળકો નવા શૈક્ષણિક વર્ષ માટે શાળાઓમાં પરત ફરી રહૃાાં હતાં. યુક્રેનનાં પ્રમુખ ઝેલેનસ્કીનાં જણાવ્યા અનુસાર મૃતકોમાં એક ભારતીય પણ સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કીવ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ૩૫૦ ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં. આમ, રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુતિનને અપાયેલી સલાહ પછી પણ ત્યાં ભીષણ યુદ્ધ અટકયુ નથી અને ઈરાન-અમેરિકા વચ્ચે ફરીથી જંગ શરૂ થતા મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
ક્રૂડ ઓઈલનો કિંમતો ઉછળીને ૯૬ ડોલરને પારઃ શેરબજારો તૂટ્યા
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર દાવો કર્યો છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે, આને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ રોકેટ ગતિએ વધ્યા, જ્યારે જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ સહિત વિશ્વભરના શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial