Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ. ૯ કરોડ ૬૧ લાખના વિકાસ કામને સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં કુલ રૂપિયા ૯ કરોડ ૬૧ લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવા માં આવી હતી.

આજે મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક ચેરમેન  નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૯ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જામનગર શહેર ના વોર્ડ નં. ૧ થી ૮ ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ ૨૦૨૫-૨૬) અંગે કમિશ્નરની  દરખાસ્ત અન્વયે  રૂ. ૨૨૫.૩૫ લાખ તથા  વોર્ડ નં. ૯ થી ૧૬ ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ ૨૦૨૫-૨૬) અંગે  રૂ. ૨૨૫.૩૫ લાખ,  ભુગર્ભ ગટર શાખા હસ્તક અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ અને સી.સી. રોડના મજબુતીકરણ કરવાના કામ અંગે રૂ. ૩૬.૫૮ લાખ, જામનગર શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. ૧ થી  ૮ માં  લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ ૨૦૨૫-૨૬) અંગે  રૂ. ૧૨૭.૯૫ લાખ ,  શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. ૯ થી ૧૯ લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ ૨૦૨૫-૨૬) અંગે  રૂ. ૧૨૭.૯૫ લાખના ખર્ચને મંજૂરી આપવા માં આવી હતી.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોર કરીને સબ મર્શીબલ પમ્પ ફીટ કરવા (૨ વર્ષ માટે)ના કામ અંગે  રૂ. ૧૬.૨૩ લાખ, ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે  રૂ. ૭.૦૪ લાખ ,

આઈ.એસ.આઈ. માર્ક ૧૦૦ થી ૩૦૦ એમ.એમ. ડાયા કે-૭ કલાસ ડી.આઈ. સી.એલ. પાઈપ્સ (વીથ) રબ્બર ગાસ્કેટ કન્ફમીંગ ટુ.આઈ.એસ. ૮૩૨૯/૨૦૦૦ બીયરીંગ આઈ.એસ.આઈ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસ ની ખરીદી માટે  રૂ. ૧૧૦.૮૩ લાખ , વોર્ડ નં.૧૧ માં સુજાતા ઈન્ડ. થી વિભાપર મેઈન રોડ ને જોડતા હૈયાત મેટલ રોડ પર સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ. ૧૬.૪૯ લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૩-૨૪ ની આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત (૧) વોર્ડ નં. ૯, પંજાબ બેંક થી આણંદાબાવા ચકલા સુધી સી.સી. રોડનું કામ, લીમડા લાઈન ગુરૂદ્વારાની સામેની શેરી  શિવશક્તિ પાન હાઉસથી સેક્રેટ હાર્ટ ચર્ચ સુધી તેમજ સ્ટલીંગ એજન્સી સુધી અને સ્થાપત્ય મકાન સુધી સી.સી. રોડનું કામ, પંચેશ્વર ટાવરથી ચાંદીબજાર મેઈન રોડ સી.સી. રોડ , સુપર માર્કેટના ખુણાથી જયશ્રી ટોકીઝથી શંકર વિજય પાન સુધી સી.સી. રોડ, પોસ્ટ ઓફીસની બાજુમાં સોઢાના ડેલામાં સી.સી. રોડ  માટે રૂ. ૬.૯૮ લાખ,  વોર્ડ નં.૯, પી.એન. માર્ગથી ડી.એસ. ગોજીયા સ્કુલ સુધી સી.સી. રોડ, ડી.એસ. ગોજીયા સ્કુલ થઈ ઈન્દીરા માર્ગથી કેનાલ સુધી સી.સી. રોડ માટે રૂ. ૧૨.૦૭ લાખ , વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે  રૂ. ૫ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં.૧, ૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે  રૂ. ૨૦ લાખ., કેબલ ટી.વી./ મનોરંજન કર/ વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં.૧, ૬ અને ૭) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા)ના કામ અંગે  રૂ. ૧૮.૫૦ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બ્રીજ વર્કસના કામ માટે રૂ.૫ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

આમ આજની બેઠકમાં કુલ રૂ. ૯ કરોડ ૬૧ લાખ ના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh