Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ખાખરડામાં સીડી પરથી પટકાયેલા યુવાનનું સારવારમાં મોત

બે માસ પહેલાં મિત્રની વાડીએ બનેલો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કલ્યાણપુરના ખાખરડામાં સીડી ઉતરતી વેળાએ પગ લપસી જતાં એક યુવાનને ઈજા પહોંચી હતી અને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના રોહિત સુભાષભાઈ ઘાવડા નામનો અઠ્ઠયાવીસ વર્ષનો યુવાન ગત તા.૩૧-૭-૨૬ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં આવેલા પોતાના મિત્ર લખનભાઈ નારણભાઈ ચેતરીયાની વાડીના રહેણાંક મકાનની છત પર ફોનમાં વાત કરતો હતો.

આ પછી નીચે ઉતરવા જતા સીડી પરથી તેનો પગ લપસી ગયો હતો અને નીચે પટકાયો હતો. આ બનાવમાં તેણે ડોકના પાછળના ભાગે, ગર્દન અને શરીરના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે આસી. સબ ઈન્સ. બી.આર. કાગડીયાએ તપાસ હાથ ધરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh