જામનગરની કામદાર વાડીમાં હેન્ડીક્રાફટનું પ્રદર્શન અને વેેંચાણ

જામનગર તા. ૧૩ઃ ધી તામીલનાડુ હેન્ડીક્રાફટ્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા પ્રસ્તુત અને તામીલનાડુ સરકાર દ્વારા માન્ય ભારતના પ્રત્યાત હેન્ડીક્રાફટસ અને હેન્ડક્રાફટ ટેક્ષટાઈલ વેરાયટીઓના સેલનું આયોજન જામનગરમાં અંબર ટોકિઝ પાસે આવેલ કામદાર વાડીમાં તા. ૬ થી ૧પ જાન્યુઆરી-ર૦ર૦ સુધી કરવામાં આવ્યું છે જેને જામનગરની જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હેન્ડીક્રાફટસ એન હેન્ડક્રાફટના આ પ્રદર્શન સેલમાં બ્રોન્ઝ આઈકોન્સ, બ્રાસ લેમ્પસ, વુડન અને સ્ટોન કાર્વિગ થાનજુવર પેઈન્ટીંગ, ટ્રેડીશ્નલ જ્વેલરી, પર્લ્સ, ઘર સજાવટની વસ્તુઓ, કાંચીપુરમ સાડીઓ, સાઉથ કોટન સાડીઓ, મદુરાઈ સુગંધ કોટન સાડીઓ, બેડશીટ્સ, મટિરીયલ્સ, હેન્ડ એમ્બ્રોઈડરી વર્કસ જેવી અનેક ન જોયેલ હોય તેવી વેરાયટીઓ ખરીદવાની સોનેરી તક તામીલનાડુ સરકાર માન્ય અને તામીલનાડુ હેન્ડીક્રાફટ ડેવલોપમેન્ટ કોર્પો. લિ. દ્વારા અયાોજન કરવામાં આવ્યું છે.

આ ઓલક્રાક્ટસ બજાર (સેલ) માં ખૂબ જ વ્યાજબી ભાવે વિવિધ વેરાયટીઓ ખરીદવાની તક જામનગર શહેર-જિલ્લાની શોખીન જનતાને મળશે તેમ આયોજક ધી તામીલનાડુ હેન્ડીક્રાફટસ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દિલ્હીના મેનેજર શ્રીમતી પદમા મેડમ દ્વારા જણાવાયું છે. આ પ્રદર્શન સેલનું ઉદ્ઘાટન નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને જૈન અગ્રણી શ્રી કિરીટભાઈ પી. મહેતા તથા સમસ્ત જામનગરના જૈન સમાજના ઉપપ્રમુખ અને શીપીંગ ઉદ્યોગના જાણીતા અગ્રણી શ્રી વિજયભાઈ સંઘવીએ રેબીન કાપીને તથા દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સેલ તા. ૧પ-જાન્યુઆરી સુધી જામનગરના કામદાર વાડીમાં યોજાયું છે તો જરૃરથી એક વખત જામનગર શહેર-જિલ્લાની જનતાને મુલાકાત લેવા મેનેજર શ્રીમતી પદમા મેડમ દ્વારા અનુરોધ કરાયો છે.

close
Ank Bandh
close
PPE Kit