Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨: આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ તા.૦૬-૦૯-૨૦૨૬ રાત્રિના ૨૨:૦૦ કલાક સુધી નીચે જણાવેલ રસ્તાઓ પર ટુ વ્હીલ/ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જે મુજબ હાથીગેટથી કીર્તિસ્તંભ, કિર્તીસ્તંભથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક  કીર્તિસ્તંભ - દ્વારકાધીશ મંદિર તરફ,  મહાજન બજારથી બ્રહ્મ કુંડ, બ્રહ્મ કુંડથી સરકારી હોળી ચોક, સરકારી હોળી ચોકથી દ્વારકાધીશ મંદિર તરફ, બ્રહ્મકુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ ટુ વ્હીલ/ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનો તમામનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે. જ્યારે ધીંગેશ્વર મંદિરની સામેની શેરી દ્વારકાધીશ મંદિર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર/ નિલકંઠ ચોક/ દ્વારકાધીશ મંદિર તરફ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

ઇસ્કોન ગેટથી  ભથાણ ચોક જોધાભા માણેક ચોક  દ્વારકાધીશ મંદિર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ/ ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.  આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન

દ્વારકાના કેટલાક રસ્તાઓને વન-વે જાહેર કરતું જાહેરનામું

આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ તા.૦૬-૦૯-૨૦૨૬ સુધી નીચે જણાવેલ રસ્તાઓને વન-વે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.  જે મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ નીલકંઠ ચોકથી પૂર્વ દરવાજા સુધી રાત્રિના ૨૨:૦૦ કલાક સુધી (નો એન્ટ્રી) ફક્ત એક્ઝિટ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ અધિક્ષક દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh