મોડી રાત્રે ડીજેની ધૂમ મચાવતા ચાર સામે પોલીસે કરી કાર્યવાહી

સ્ટીરીયો, એમ્પ્લીફાયર થયા કબ્જેઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરમાં ગઈરાત્રે પવનચક્કી, ત્રણબત્તી, લાલવાડી તથા બચુનગર વિસ્તારમાં મોટા અવાજે વગાડાતા સાઉન્ડ પોલીસે કબ્જે કરી ચાર ડીજે સંચાલકોની અટકાયત કરી છે.

જામનગરમાં ગઈકાલે રાત્રે જુદાજુદા વિસ્તારોમાંથી પોલીસને કોલ કરી કેટલાંક નાગરીકોએ પોતાના વિસ્તારમાં મોડીરાત્રી સુધી લાઉડસ્પીકર વગાડવામાં આવતા હોવાની ફરિયાદ કરતાં પોલીસે તે સ્થળે ધસી જઈ કાર્યવાહી કરી હતી. નગરની પવનચક્કીથી દિગ્વિજય પ્લોટની શેરી નં. ૩૩ તરફના માર્ગ તરફ ગઈરાત્રે સાડાબાર વાગ્યે માઈક પર સાઉન્ડ સીસ્ટમ વગાડતા નાઝીરહુશેન બશીર બ્લોચ સામે પોલીસે આઈપીસી ૧૮૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

તે ઉપરાંત નગરના ત્રણબત્તી ચોક પાસે રાત્રે પોણા વાગ્યે ડીજે વગાડતા પરેશ નરશીભાઈ રાઠોડ સામે પોલીસે કાર્યવાહી કરી તેના બે સ્ટીરીયો, એમ્પ્લીફાયર મળી રૃા. ૨૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. લાલવાડી વિસ્તારમાં આવેલા નવા આવાસમાં ગઈરાત્રે મોટા અવાજે માઈક વગાડતા હારૃનશા મામદશા શાહમદાર સામે પણ પોલીસે ગુન્હો નોંધ્યો છે અને તેનો સાઉન્ડ સ્ટીરીયો અને એમ્પ્લીફાયર કબ્જે કર્યા છે.

બચુનગર વિસ્તારમાં આવેલા કબ્રસ્તાન પાસે ગઈરાત્રે ત્રણ વાગ્યે મોટા અવાજે વગાડાતા સાઉન્ડ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે ત્યાં ધસી જઈ જાવીદ હાજી ચાવડા નામના શખ્સની અટકાયત કરી તેના પણ એમ્પ્લીફાયર, સ્ટીરીયો કબ્જે કરી લીધા હતાં.

close
Ank Bandh 29 March
close
PPE Kit