Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એક જ દિવસમાં તા૫માનનો પારો ત્રણ ડિગ્રી ઊંચકાયો: મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩ ડિગ્રી સુધી ઊંચકાયને ૩૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે બપોરે ગરમી અનુભવાઈ હતી.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડી અને ગરમી ભરી બેવડી ઋતુની અનુભૂતિ વચ્ચે તાપમાનમાં પણ વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે.

એક દિવસમાં તાપમાન વધે છે, તો બીજા દિવસે તેમા ઘટાડો થાય છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાની ૩૪ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના કારણે બપોરે ગરમી અનુભવાઈ હતી.

જામનગરમાં લઘુત્તમ તાપમાન ર૦.ર ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા ઘટીને ૬૦ ટકા નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh