જામનગર-હાપાથી આવન-જાવન કરતી આઠ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

જામનગર તા. ૩ઃ જામનગર-હાપાથી આવન-જાવન કરતી આઠ જોડી ટ્રેનમાં ચાલુ માસ દરમિયાન વધારાનો કોચ જોડવામાં આવનાર છે.

મુસાફરી ધસારાને પહોંચી વળવા અને યાત્રીઓની સુવિધા માટે રેલવે દ્વારા કેટલીક ટ્રેનોમાં વધારાનો એક કોચ જોડવામાં આવનાર છે. જેમાં પોરબંદર-હાવડા ટ્રેનમાં ર૯ ડિસેમ્બર સુધી પોરબંદરથી તથા ૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી હાવડાથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

પોરબંદર-સિકંદરાબાદમાં ૩ થી ૩૧ ડિસેમ્બર સુધી પોરબંદરની તથા ૪ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી સિકંદરાબાદથી થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

બાન્દ્રા-જામનગર ટ્રેનમાં તા. ર.૧ર.ર૦૧૯ થી ૧.૧.ર૦ર૦ સુધી બાન્દ્રાથી (૭ ડિસેમ્બર છોડીને) તથા તા. ૩.૧ર.ર૦૧૯ થી ર.૧.ર૦ર૦ (૮ ડિસેમ્બર છોડીને) સુધી જામનગરથી સેકન્ડ સ્લિપર કોચ જોડવામાં આવશે.

પોરબંદર-સંતરાગારદી ટ્રેનમાં તા. ૬.૧ર.ર૦૧૯ થી તા. ર૭.૧ર.ર૦૧૯ સુધી પોરબંદરથી અને ૮ થી ર૯ ડિસેમ્બર સુધી સંતરા ગારદીથી એક થર્ડ એસી તથા એક સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

પોરબંદર-મુઝફરપુર ટ્રેનમાં પ થી ર૬ ડિસેમ્બર સુધી પોરબંદરથી તથા ૮ થી ૩૯ ડિસેમ્બર સુધી મુઝફરપુરની એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેનમાં ૩ થી ૩૧ ડિસેમ્બર સુધી પોરબંદરથી તથા તા. પ.૧ર.ર૦૧૯ થી તા. ર.૧.ર૦ર૦ સુધી દિલ્હી સરાઈ રોહિલ્લાની એક થર્ડ એસી કોચ જોડાશે.

હાપા-બિલાસપુર ટ્રેનમાં તા. ૩.૧ર.ર૦૧૯ થી ૩૧.૧ર.ર૦૧૯ સુધી હાપાથી તથા તા. પ.૧ર.ર૦૧૯ થી તા. ર.૧.ર૦ર૦ સુધી બિલાસપુરથી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લિપર કોચ જોડવામાં આવશે તથા ઓખા-નાથદ્વારા ટ્રેનમાં ૭ થી ર૮ ડિસેમ્બર સુધી ઓખાથી તથા ૮ થી ર૯ ડિસેમ્બર સુધી નાથદ્વારાથી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લિપર કોચ જોડવામાં આવનાર છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit