Advertisement
Author: નોબત સમાચાર

ઠાકર શેરડીના ખેડૂતોએ મગફળીના લીલા છોડવાનું તાપણું કરી 'ઓરા' શેકવાનો કર્યો પ્રયાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ સામે કિસાન કોંગ્રેસ અને ખેડૂતો ખફાઃ

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકામાં દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ખેતરમાંથી મગફળીના બદલે માત્ર લીલા છોડવા ઉપાડીને ખેતરમાં જ તાપણું કરી શેકી મગફળીના ઓરા બનાવવાનું નાટક કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, નર્મદાનું પાણી છોડવા અને ખેડૂતોને સહાય ચૂકવવા માંગણી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓછા વરસાદના કારણે ખેતી પર સંકટ ઘેરાયું છે. વરસાદના અભાવે ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્વાઈ છે, ત્યારે પોતાની વેદના અને સરકાર સામેનો રોષ વ્યક્ત કરવા દ્વારકા જિલ્લા કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે ખેડૂતોએ રાત્રિના સમયે ખેતરમાંથી મગફળીના છોડ ઉપાડ્યા, તાપણું કર્યું હતું અને મગફળી શેકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મગફળીના છોડમાં દાણા જ ન હોવાથી ખેડૂતોની વ્યથા આ વિરોધમાં સ્પષ્ટ જોવા મળી હતી. ખેડૂતોની મહેનત, બિયારણ, ખાતર અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં ગયો હોવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ પાક સૂકાઈ રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતોને આગામી ખેતી અને પરિવારના ગુજરાનની ચિંતા સતાવી રહી છે. મફળીના દાણાના બદલે માત્ર લીલા છોડવા હાથમાં આવતા ખેડૂતોએ આ જ સ્થિતિને વિરોધનું પ્રતીક બનાવી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, દર વર્ષે મગફળીના પાકમાંથી ઉત્પાદન મળવાની આશા હોય છે, પરંતુ આ વખતે વરસાદના અભાવે પાકમાં દાણા જ થયા નથી, જેના કારણે ખેતી પાછળ કરેલો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો અને કિસાન કોંગ્રેસે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની, ખેડૂતોના પાકને બચાવવા નર્મદાનું પાણી છોડવાની અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગણી કરી છે, જે અંગે પાલભાઈ આંબલિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારકા તથા ખેડૂતો હમીરભાઈ દેથરિયા અને હિતેષભાઈ પિંડારિયાએ વ્યથા વ્યક્ત કરી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh