બે મહિના પહેલાં ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરી રવાના થયેલો ટેન્કરચાલક કોલકાતાથી ઝડપાયો

જામનગર તા. ૩ઃ ખંભાળીયા નજીકની ખાનગી કંપનીમાંથી પેટ્રોલનો જથ્થો મળી યુપી જવા રવાના થયેલું ટેન્કર ગુમ થયા પછી પોલીસે કોલકાતાના ડ્રાયવરને પકડી ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે. તેણે સોળ લાખનું પેટ્રોલ સાડા ચાર લાખમાં વેચી નાખ્યાની કબુલાત આપી છે.

જામનગરના નાની ખાવડી ગામમાં રહેતા કનકસિંહ એમ. જાડેજાની માલિકીનું ટેન્કર ખંભાળીયા નજીકની નયારા કંપનીમાં પેટ્રોલ ભરવા માટે રવાના થયા પછી ૨૪,૦૦૦ લીટર પેટ્રોલ ભરી તેને યુપીના હાથરસ ડેપોમાં પહોંચાડવા નીકળ્યું હતું. માર્ગમાં રૃા. સોળ લાખના પેટ્રોલ અને ચૌદ લાખના ટેન્કર સાથે તેનો ચાલક કોલકાતાનો ઈલીયાઝખાન ગુમ થઈ જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ પ્રકરણની દ્વારકા એલસીબીએ તપાસ હાથ ધરતા કોલકાતામાં આરોપીના સગડ નીકળ્યા હતાં. તેથી ધસી ગયેલી એલસીબીની ટુકડીએ કોલકાતાના સીજીઆર રોડ પરથી ઈલીયાઝખાન સુભાનખાનની ટેન્કર સાથે ધરપકડ કરી હતી.

ખંભાળીયા ખસેડવામાં આવેલા આ આરોપીએ રૃા. સોળ લાખનું પેટ્રોલ રૃા. સાડા ચાર લાખમાં દિલ્હીના નોયડા નજીક વેંચી નાખ્યાની કબુલાત આપવા ઉપરાંત રાજસ્થાન પાસીંગના ટેન્કરની નંબર પ્લેટ બદલી વેસ્ટ બંગાલની નંબર પ્લેટ લગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઈવરે આધાર કાર્ડ તથા લાયસન્સ ડુપ્લીકેટ બનાવી લીધા હોવાનું અને ટેન્કરમાં કલર કરી લીધાની કબુલાત આપી છે. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે. પીઆઈ એમ.ડી. ચંદ્રાવડીયાના માર્ગદર્શન અને પીએસઆઈ વી.એમ. ઝાલાના વડપણ હેઠળ સ્ટાફે ઉપરોક્ત કામગીરી કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit