ભારત સરકારે ટીકટોક સહિત પ૯ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ટીકટોકની સ્પષ્ટતા

'અમે યુુઝરની માહિતી કોઈપણ દેશને આપતા નથી'

દિલ્હી તા. ૩૦ઃ ભારત સરકારે ટીકટોક સહિત પ૯ ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકતા ચીન તરફથી થનારા સંભવિત સાયબર એટેકથી સુરક્ષાની દિશામાં અગત્યનું પગલું લેવામાં આવ્યું છે.

સોશ્યલ મીડિયામાં ચાઈનીઝ અર્થતંત્રને નુક્સાન પહોંચાડવા ચાઈનીઝ એપ ડીલીટ કરવાના મેસેજ વાયરલ થયા છે, પરંતુ ખરેખર તો ચીન તરફથી સાયબર એટેક થવાની ભીતિને પગલે તેમજ ભારતીય યુઝરનો ડેટા લીક થવાની આશંકાથી સરકાર દ્વારા સાવધાનીરૃપે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચીન પ્રત્યેના આક્રોશના પગલે ઘણાં લોકો મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ધડાધડ એપ ચીન ઈન્સ્ટોલ કરી રહ્યા છે, પરંતુ એપ ચીનઈન્સ્ટોલ કરતા પહેલા તમામ માહિતી (ડેટા) રીમૂવ કરી એકાઉન્ટ ડીલીટ કરવું જરૃરી છે. સમગ્ર સ્થિતિને લઈ ટીકટોક તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે. ટીકટોકના દાવાનુસાર તેઓ ટીકટોક યુઝરની માહિતી કોઈપણ દેશ સાથે શેર કરતા નથી. હોમકન્ટ્રી ચીન સાથે તેઓ કોઈ માહિતી શેર કરતા નથી. યુઝરોનો તમામ ડેટા સુરક્ષિત હોવાનો દાવો ટીકટોક દ્વારા કરવામાં આવ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit