Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધી જયંતીના અવસરે યોજાયેલ
લાલપુર તા. ૩: ગાંધી જયંતીના અવસરે લાલપુર ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મહત્વની ગણાતી આ ગ્રામસભામાં અપેક્ષા મુજબ ગ્રામજનોની હાજરી જોવા મળી ન હતી.
ગ્રામસભામાં ગણ્યા ગાંઠ્યા શિક્ષકો, આંગણવાડી બહેનો તથા ગ્રામ પંચાયતના માત્ર બે સભ્યો સહિત સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી ઉપસ્થિત રહૃાા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ સભામાં સામાન્ય ગ્રામજનોની પાંખી હાજરીને પગલે ગ્રામ સભાની જાણકારી ગ્રામજનો સુધી પહોંચાડવા અંગે સવાલો ઉઠી રહૃાા છે.
સ્થાનિકોમાં એવો આક્ષેપ પણ થઈ રહૃાો છે કે જ્યારે પણ ગ્રામસભા યોજવાની હોય ત્યારે ગ્રામજનોને યોગ્ય રીતે જાણ કરવામાં આવતી નથી અને આ સ્થિતિ વારંવાર જોવા મળે છે. ગ્રામસભા અંગે અગાઉથી જાહેર જાહેરાત, લાઉડ સ્પીકર દ્વારા જાણ અથવા અન્ય માધ્યમથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવે તો વધુ લોકો ગ્રામસભામાં જોડાઈ શકે તેવી ચર્ચા છે.
બીજી તરફ, સ્થાનિક સ્તરે એવો સવાલ પણ ઉઠી રહૃાો છે કે વેરા વસૂલાત કરવાની હોય ત્યારે લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ગ્રામસભા યોજવાની હોય ત્યારે આવી જાહેર જાણ કેમ કરવામાં આવતી નથી?
ગ્રામસભા ગામના વિકાસ, જાહેર પ્રશ્નો અને ગ્રામજનોની સમસ્યાઓ અંગે ચર્ચા માટેનું મહત્ત્વપૂર્ણ મંચ છે. ત્યારે ગ્રામસભાની તારીખ, સમય અને સ્થળ અંગે તમામ ગ્રામજનોને સમયસર જાણ થાય અને વધુમાં વધુ લોકો ગ્રામસભામાં હાજર રહી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય આયોજન અને જનજાગૃતિ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આગામી ગ્રામસભાઓમાં ગ્રામજનોને અગાઉથી યોગ્ય રીતે જાણ કરવામાં આવે અને ગામના પ્રશ્નો અંગે વધુમાં વધુ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખુલ્લી ચર્ચા થાય તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial